(એજન્સી) તા.૧ર
રવિવાર રાત્રે ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સંગમપાર્ક વિસ્તારમાં થયેલી સાંપ્રદાયિક અથડામણમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. બંને સમૂહોએ એકબીજા પર પથ્થરો અને ખાલી બોટલો ફેંકી હતી. બે પરિવારોની અંગત અદાવતને કારણે આ અથડામણ થઈ હોવાનો અહેવાલો છે. લગભગ ૧પ મિનિટ સુધી બંને જૂથો વચ્ચે હિંસા થઈ હતી. હિંસક ટોળાએ કેટલીક ખાનગી સંપત્તિ તેમજ ગાડીઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પોલીસ તૈનાત કરવામાં આવતા પરિસ્થિતિ શાંત બની હતી. ડીસીપી અસલમખાનની આગેવાનીમાં બે એસીપી સહિત તે વિસ્તારના એસએચઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉત્તર-પશ્ચિમ જિલ્લાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને લગભગ રાત્રે ૧૧ વાગ્યે આ ઘટના વિશે જાણકારી મળતા અમે તરત જ તે વિસ્તારની પોલીસને ઘટનાસ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો. પરિસ્થિતિનું અવલોકન કરી અમે બીજા વધારાના ર૦૦ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે તૈનાત કરી દીધા હતા. આ હિંસા પાછળ રહેલા અસામાજિક તત્ત્વોને શોધવા માટે પોલીસે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે.
દિલ્હીની કોમી હિંસામાં પાંચ લોકો ઘાયલ

Recent Comments