મુજફ્ફરપુર,તા.૩૧
બિહારના મુજફ્ફરપુરમાં બેકરી ફેક્ટરમાં આગ લાગી ગઈ. આ ઘટનામાં પાંચ મજૂરોના મોત થઈ ગયા, બીજી તરફ ત્રણ મજૂરોની શોધખોળ હજુ ચાલું છે. ઘટના જિલ્લાના બોચહાં પોલીસ સ્ટેશનની હદના એતવારપુરની છે. આગની લપેટમાં આવવાથી ૮ મજૂર ગંભીર રીતે દાઝી ગયા જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી જાણકારી મુજબ, દાઝી ગયેલા મજૂરોની સારવાર માટે મુજફ્ફરપુરના એસકેએમસીએચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ ડીએમ સહિત જિલ્લા વહીવટીતંત્રના અનેક અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા. આગ લાગવાના કારણો વિશે હાલ જાણવા નથી મળ્યું.
ઘટનાસ્થળે પહોંચેલી ટીમ રાહત અને બચાવના કામમાં લાગી ગઈ છે. ઘટનાસ્થળે પહોંચેલા એસએસપીએ કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને દોષી પુરવાર થતાં લોકો પર એફઆઈઆર નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.