(એજન્સી) ભોપાલ,તા.૧૪
ભારતીય જનતા પાર્ટીના શાસનવાળા મધ્યપ્રદેશ રાજ્યમાં પક્ષ સાથે જોડાયેલા લોકો જ સ્વચ્છ ભારત અભિયાનની મજાત ઉડાવી રહ્યા છે. અનૂપપૂર જિલ્લા પંચાયતના પ્રમુખ રૂપમતી સિંહ મારાવીના ઘરે શૌચાલય નથી. તેમનો પરિવાર ખુલ્લામાં શૌચ જાય છે. રૂપમતી ભાજપના નેતા દલપત સિંહ પરાસ્તેની દીકરી છે. જેઓ પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. જિલ્લા પ્રમુખના ઘરમાં જ શૌચાલય નથી તેવામાં અનુપપૂરના ૫૦ હજાર લોકો ખુલ્લામાં શૌચ કરવા જાય છે. જિલ્લાના ખામરોધ ગામના રહેવાવાળા રૂપમતી ૨૦૧૫માં જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા, જ્યારે તેમને પૂછાયું કે,શૌચાલય ઘરમાં કેમ નથી ? ત્યારે તેમઁઁણે કહ્યું કે બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જિલ્લામાં ૧.૪૪લાખ ઘર છે જેની વસ્તી ૫૦ હજાર છે. જે લોકો શૌચાલય ન હોવાથી ખુલ્લામાં શૌચક્રિયા માટે જાય છે, જિલ્લામાં કેવળ ૯૩,૧૩૪ ઘરોમાં જ શૌચાલયનું નિર્માણ કરાયું છે. સ્વચ્છ ભારત અભિયાનના કો-ઓર્ડિનેટર રામનરેશને પૂછાયું તો તેમણે કહ્યું કે સરપંચ સહિત તમામને શૌચાલય નિર્માણ માટે કડક સૂચના અપાઈ છે. જો પાલન નહિ થાય તો કાયદેસર કાર્યવાહી થશે. હજુ ૨૦ટકા લોકો શૌચાલયથી વંચિત છે.