(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૩૦
ધો. ૧૨ સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષાનું પરીણામ આજે જાહેર કરાતાં આણંદ જીલ્લાનુંં પરીણામ ૫૦.૫૩ ટકા આવ્યું છે. આ વખતે આણંદ જીલ્લાનુંં પરિણામ ગત વર્ષ કરતા સામાન્ય ૧ ટકા જેટલું વધ્યું છે. જ્યારે બોર્ડ દ્વારા પરિક્ષા દરમિયાન સ્કવોર્ડ દ્વારા અને સીસીટીવી કેમેરા અને ટેબલેટમાં ગેરરિતી કરતાં જણાયેલા આણંદમાં ૨૧ વિદ્યાર્થીઓના પરિણામ અનામત રાખવામાં આવ્યા છે.
આણંદ જીલ્લામાં ૧૨૩૫૫ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૧૨૧૦૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં એ-વન ગ્રેડમાં ૨ વિદ્યાર્થી, એ-૨ ગ્રેડમાં ૭૮ વિદ્યાર્થીઓ, બી-૧ ગ્રેડમાં ૫૦૫ વિદ્યાર્થીઓ, બી-૨ ગ્રેડમાં ૧૫૧૭ વિદ્યાર્થીઓ, સી-૧ ગ્રેડમાં રર૧૫ વિદ્યાર્થીઓ, સી-૨ ગ્રેડમાં ૧૩૬૪ વિદ્યાર્થીઓ અને ડી ગ્રેડમાં ૪૩૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે ૬૨૩૬ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જેથી આણંદ જીલ્લાનું એકંદરે પરીણામ ૫૦.૫૩ ટકા જાહેર થયું છે. પરંતુ એકદંરે પરીણામ ખુબ જ ઓછું પરિણામ હોવાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નિરાશા પ્રવર્તી ઉઠી છે.