(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ૩૧
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ર૦૧૮માં લેવામાં આવેલી ધો.૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થતાં જૂનાગઢ જિલ્લાનું પ૦.૬૧ ટકા પરિણામ આવેલું છે અને જેને કારણે વિદ્યાર્થી અને વાલી જગતમાં નિરાશા ફેલાયેલી છે. આ પરીક્ષામાં જૂનાગઢ જિલ્લામાંથી એ-૧ ગ્રેડ મેળવનારા ૯ વિદ્યાર્થી છે, એ-ર ગ્રેડ મેળવનારા ર૩૧ વિદ્યાર્થી, બી-૧ ગ્રેડ મેળવનારા ૯૬૪ વિદ્યાર્થી જ્યારે બી-રર૦૪૪, સી-૧ર,૬૯૧, સી-ર૧,૭૮૦, ડી-૮૪૮, ઈ-૧ર અને એન.એન.આઈ.-૮,પ૯૪ વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. આજે બોર્ડનું જે પરિણામ જાહેર થયું છે ઓછા પરિણામને કારણે વિદ્યાર્થીઓમાં નિરાશા ફેલાયે લી છે.