(સંવાદદાતા દ્વારા) બાવળા,તા.૩૧
રાજ્યના ઊર્જા મંત્રી વીજ ગ્રાહકોને રાહત આપવાની જાહેરાત કરી હતી. ઊર્જા મંત્રીએ જણાવ્યુ હતું કે, કાયમી ધોરણે કપાયેલ વીજ જોડાણ માટે વીજ બિલ માફીની યોજના જાહેર કરાઈ છે. જેનો લાભ બાવળામાં ૩૦૭ ગ્રાહકોને મળ્યો છે.
રાજ્ય સરકારે આ યોજના હેઠળ બાવળામાં ૧૫.૨૭ લાખ રૂપિયાનુ વીજ બિલ માફ કર્યુ છે. જેનો લાભ વીજ બિલ બાકી હોય તેવા તમામ ગ્રાહકોને ઘર વપરાશ અને ખેડૂતોને મૂળ બિલની રકમમાં વ્યાજ સંપૂર્ણ રીતે માફ કરવામાં આવ્યું. તેમજ બિલની રકમમાંથી પણ ૫૦ ટકા રકમ માફ કરવામાં આવી જ્યારે લાંબા સમયથી જે ગ્રાહકોએ વીજ બીલ ભર્યુ નથી અને જેના કારણે તેમના વીજ કનેક્શન કપાઈ ગયેલ છે. તેવા તમામ ગ્રાહકો આ યોજનાનો લાભ મેળવી સરકારને આ યોજના થકી ૯.૮૮ લાખની વસુલાત કરવામાં આવી જ્યારે ૧૫.૨૭ લાખ રૂપિયાની માંડવાળ કરાઈ આ પ્રસંગે જિતેન્દ્રસિંહ ચૌહાણ પ્રમુખ જિ.પં., અમદાવાદ કુશળ સિહ પઢેરીયા પ્રમુખ ખાદી ગ્રામોધોગ, પ્રવીંણસિંહ ડાભી, મંત્રી કિશાન મોરચા કીરીટસિંહ ડાભી, પ્રમુખ શિક્ષણ સમિતિ, ધવલ ભાઇ જાની, પ્રાંત અધિકારી, જે.એમ.પટેલ.યુ.જી.વી.સી.એલ. તરફથી હાજર રહ્યા હતા.