(એજન્સી) લખનૌ, તા.૧૧
સત્તાધારી પક્ષ ઉત્તરપ્રદેશમાં વિવિધ અખાડાઓને રૂા.૭૬૦ કરોડ ફાળીને પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ મજબૂત કરી રહી છે. યોગી સરકારે જાન્યુઆરી ર૦૧૯માં યોજાનાર અર્ધકુંભ મેળામાં વધુ રૂા.૪ર૦૦ કરોડનો ખર્ચ કરવાની તૈયારી દર્શાવી છે.
યોગી સરકાર આ પહેલાંં અલ્હાબાદના અખાડાઓને કુલ રૂા.ર૬૦ કરોડ અને રાજ્યના ત્રણ સૌથી મોટા અખાડાઓને કુલ રૂા.પ૦૦ કરોડની વહેંચણી કરી ચૂકી છે. આ સ્પષ્ટ સંકેત છે કે હિંદુત્વ બ્રિગેડ પોતાની ભગવા છબિને મજબૂત કરવાના તમામ પ્રયાસો કરી છે.
અહેવાલ મુજબ આગામી વર્ષે યોજાનાર કુંભ મેળામાં સરકાર રૂા.૪ર૦૦ કરોડનો ખર્ચ કરશે જે અત્યાર સુધીનો સૌથી મોંઘો ધાર્મિક પર્વ હશે. રાજ્ય સરકારે કેન્દ્રની ભાજપ સરકાર પોર પ૦ દિવસના આ મેળા માટે રૂા.ર,ર૦૦ કરોડની માંગ કરી છે. છેલ્લા કુંભ મેળા ર૦૧૩માં અખિલેશ યાદવ સરકાર હેઠળ રૂા.૧૩૦૦ કરોડમાં યોજાયો હતો.
શુક્રવારે ૧ર ઓક્ટોબરના રોજ ભાજપ પ્રમુખ અમિતશાહ અખાડા પરિષદની મુલાકાત લેશે. ર૦૧૯ લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ ઉત્તરપ્રદેશ કુંભ મેળાનું ભવ્ય આયોજન કરી બહુમતી સમાજના મતો મેળવવા બનતા તમામ પ્રયત્નો કરી રહ્યું છે. ઉત્તરપ્રદેશ સરકાર ભારતના ૭૦ લાખ ગામડાઓને આ કુંભ મેળામાં જોડાવવા આમંત્રણ આપી ચૂકી છે.
આ અભુતપૂર્વ પગલામાં યોગી સરકાર ૬ વર્ષે યોજાતા અર્ધકુંભ મેળાનું ભવ્ય આયોજન કરી રહી છે. જેમાં આર.એસ.એસ. અને ભાજપના મોટા નેતાઓ જોડાશે. જો કે આ મેળામાં બનાવટી હુમલાઓ કરવાનું ષડયંત્ર હોય તેવો ભાસ પણ થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર એ.ટી.એસ. દ્વારા કેટલાક સમય પહેલાં જમણેરી હિન્દુવાદી સંગઠનો પર દરોડા પાડ્યા હતા જેમાં બોમ્બ અને અન્ય વિસ્ફોટકો મળી આવ્યા હતા. તપાસ બાદ જાણવા મળ્યું કે તેઓ આ બોમ્બ ગણપતિ પંડાલમાં ફોડવા ઈચ્છતા હતા. જેથી મુસ્લિમો પર સાંપ્રદાયિક હિંસાનો આરોપ મૂકી શકાય. અર્ધકુંભ મેળો એટલો મોટો ઉત્સવ નથી જેટલો યોગી સરકાર તેને બતાવી રહી છે. યોગી સરકાર મુખ્ય મેળા કરતા પણ ભવ્ય આયોજન અર્ધકુંભ પર કરી રહી છે. જે કારણોસર સુરક્ષાના ઘણા પ્રશ્નો ઊભા કરે છે. કરોડો લોકો પવિત્ર નદીમાં ડૂબકી મારવા ભેગા થશે. એવામાં નાનકડા બોમ્બ વિસ્ફોટમાં અવાજથી જ જે ભાગદોડ મચવાની શકયતા છે તેનાથી હજારો લોકો મૃત્યુ પામશે.
ર૦૧૯ ચૂંટણીઓ પહેલાં ભાજપ અર્ધકુંભ મેળા માટે રૂા.પ૦૦૦ કરોડ ખર્ચશે

Recent Comments