(એજન્સી) તા.રર
ભાજપની મહિલા ધારાસભ્યે બસપા અધ્યક્ષ માયાવતી વિશે કરેલી અપમાનજનક ટિપ્પણીની પ્રતિક્રિયા આપતા બસપાના પૂર્વ ધારાસભ્ય વિજય યાદવે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે ભાજપની ધારાસભ્ય સાધનાસિંહનું માથું કાપી લાવનાર વ્યક્તિને રૂા.પ૦ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. વિજય યાદવે આ પણ કહ્યું હતું કે, સાધનાસિંહે બહનજીની માફી માંગવી જોઈએ. તેણે દેશની મહિલાઓની પણ માફી માંગે. નહિતર અમે વિરોધ પ્રદર્શન કરીશું. તેમણે આગળ કહ્યું હતું કે, હું મારા સમર્થકોને એકત્ર કરી રહ્યો છું. જે પણ ભાજપની ધારાસભ્ય સાધનાસિંહનું માથું કાપીને લાવશે તેને રૂા.પ૦ લાખનું ઈનામ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરવા બદલ બસપા અધ્યક્ષ પર પ્રહાર કરતાં સાધના સિંહે કહ્યું હતું કે, માયાવતી વ્યંઢળોથી પણ વધારે ખરાબ છે.