(સંવાદદાતા દ્વારા) પાટણ, તા. ૩૧
બોર્ડની પરીક્ષાના પરિણામોમાં પાટણ જિલ્લો ઉત્તરોત્તર નીચા ક્રમે આવતો જાય છે. આજે જાહેર થયેલ પરિણામમાં એ-વન ગ્રેડમાં જિલ્લાના એકપણ વિદ્યાર્થીને સ્થાન મળ્યું નથી. રાજ્યનું પરિણામ પપ.પપ ટકા જાહેર થવા પામ્યું છે. જ્યારે પાટણનું જિલ્લાનું પરિણામ પર.ર૩ ટકા નોંધાવા પામ્યું છે. જ્યારે ગ્રેડવાઈઝર આંકડાકીય માહિતી પર વાત કરીએ તો એ-વન ગ્રેડમાં પાટણ જિલ્લો શૂન્ય રહેવા પામ્યો છે. તો એ-ટુ ગ્રેડમાં ૧૦૪, બી-વન ૬પ૪, બી-ટુ ૧૩૭૩, સી-વન ૧૪૧૩, સી-ટુ ૭૮૪, ડી-પર૯ અને ઈ-વનમાં એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
જિલ્લામાં કુલ ૪૬૧ર વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા છે. જ્યારે ૪૬૮૯ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે. તો ૩૩ વિદ્યાર્થીઓના પરિણામો કોપી કેસ તેમજ ગેરરીતિના કારણે પેન્ડિંગ રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત કેન્દ્રવાઈઝમાં બાલીસણા-૬૬.૪૩ ટકા, વાયડ-૭૧.૬૦ ટકા, કોઈટા-૭૬.રપ, સિદ્ધપુર-૬૭.૬૯, ધીણોજ-૬પ.પર ચાણસ્મા- ૬૪.પપ, હારીજ- પ૩.પ૬, રાધનપુર- ૬૦.પ૭, વારાહી- ૪૦.૬૩, શંખેશ્વર- ૪૪.૯૯ અને સિદ્ધપુરનું પેટાકેન્દ્ર મેથાણ ૭૮.૪૦ ટકા સાથે જિલ્લામાં મોખરે રહેવા પામ્યું છે. જ્યારે જિલ્લામાં સૌથી નીચું પરિણામ વારાહી કેન્દ્રનું નોંધાવા પામ્યું છે.