(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૩૧
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવાયેલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર થતા અમરેલી જિલ્લાનું પરિણામ ૬.૮૬ ટકા વધીને ૫૨.૮૪ ટકા આવ્યું હતું ગયા વર્ષે ૪૫.૯૮ ટકા આવ્યું હતું જિલ્લાના દામનગર કેન્દ્રનું સૌવથી વધુ ૮૨.૮૮ ટકા આવ્યું જયારે સૌવથી ઓછું ખાંભા કેન્દ્રનું ૪૦.૬૯ ટકા આવેલ હતું જિલ્લામાં એ-૧ ગ્રેડમાં ૪ વિદ્યાર્થી આવેલ હતા જયારે પરીક્ષામાં ૧૧૨૮૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી ૫૯૬૪ પાસ જાહેર થયા હતા અને ૫૫૫૦ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા જયારે પરીક્ષા દરમ્યાન સીસીટીવી અને ટેબ્લેટ દ્વારા ૪૮ તેમજ સ્કોર્ડ દ્વારા ૨૨ મળી કુલ ૭૦ ગેરરીતિના કેસ થયેલ તેવોના પરિણામ અનામત રાખેલ છે
જિલ્લામાં ગ્રેડવાઈઝ પરિણામ જોઈએ તો એ-૧ગ્રેડમાં-૪, એ૨માં-૯૫, બી૧માં-૬૭૩, બી૨માં-૧૫૩૪, સી૧માં-૧૯૨૪, સી૨માં-૧૧૯૨, અને ડી ગ્રેડમાં-૫૪૧, ઈમાં-૧ જયારે જિલ્લાના ૧૬ પેટા કેન્દ્રનું પરિણામ જોયે તો અમરેલી-૫૯.૧૬, બાબરા-૫૯.૬૯, લીલીયા-૬૩.૨૭, ચલાલા-૪૯.૨૨, જેસીંગપરા-૭૬.૯૦, ખાંભા-૪૦.૬૯, બાઢડા-૭૨.૭૭, બગસરા-૬૮.૯૨, ધારી-૬૭.૨૭, લાઠી-૭૯.૦૪, દામનગર-૮૨.૮૮, કુંકાવાવ-૪૪.૮૭, વડિયા-૭૦.૬૬, રાજુલા-૫૩.૧૦, જાફરાબાદ-૬૧.૬૬, અને સાવરકુંડલા-૬૪.૦૯ ટકા પરિણામ આવેલ હતું.