જૂનાગઢ,તા.૧પ
સોરઠ પંથકમાં જુગારની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે ત્યારે પોલીસે પણ ઠેર-ઠેર દરોડાની કાર્યવાહી હાથ ધરી અને જુગારીઓ વિરૂદ્ધ પગલાં ભર્યા છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મેંદરડા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ દેવાભાઈ અને સ્ટાફે સાતાવાડી વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં ગોવિંદભાઈ નાથાભાઈ ડાભી સહિત ૯ શખ્સોને રૂા.૧૦ર૮૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. આ ઉપરાંત મેંદરડા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ દેવાભાઈ અને સ્ટાફે અમરગઢ ગામનાં અવેડા પાસે જુગાર અંગે દરોડો પાડતા જયરાજભાઈ ભનુભાઈ વાંક સહિત ૧૦ શખ્સોને રૂા.૩૧૪૩૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. આ ઉપરાંત કેશોદ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ એન.કે.રાઠોડ અને સ્ટાફે કેશોદના આંબાવાડી વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતાં પ મહિલાઓને રૂા.૧૦૬૦ની રોકડ સાથે ઝડપી લીધા છે ત્યારે કેશોદના એએસઆઈ આર.એચ.મિયાત્રા અને સ્ટાફે કેવદ્રા ગામે જુગાર અંગે દરોડો પાડતા ૯ શખ્સોને રૂા.ર૭૬૧૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. અન્ય એક દરોડામાં કેશોદનાં એએસઆઈ આર.એ.મિયાત્રા અને સ્ટાફે પાડોદર ગામે જુગાર અંગે દરોડો પાડતાં રૂા.૮૯પ૦ની રોકડ સાથે ૬ શખ્સોને ઝડપી લીધેલ છે જ્યારે વંથલી પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ મોહનભાઈ અને સ્ટાફે બંટીયા ગામે જુગાર અંગે દરોડો પાડતાં નટવરલાલ કોઠડીયાનાં મકાનમાંથી જુગાર રમતાં ૧પ શખ્સોને રૂા.૩૦૧પ૦, મોબાઈલ ફોન-૧૩ વગેરે મળી કુલ રૂા.૪૪૧પ૦ની રોકડ સાથે ઝડપી લઈ તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
સોરઠ પંથકમાં જુગાર રમતા પ૪ જુગારીઓ ઝડપાયા

Recent Comments