અમદાવાદ, તા.૩૧
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ આજે સવારે ભારે ઉત્સુકતા વચ્ચે ૫૫.૫૫ ટકા જાહેર કરવામાં આવ્યુ હતુ. ૫૦૫ કેન્દ્રો અને પેટાકેન્દ્રો પરથી લેવામાં આવેલી પરીક્ષામાં ૪૬૭૧૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૨૫૫૪૧૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. કુલ મળીને પરિણામ ૫૫.૫૫ ટકા રહ્યુ છે. આ વખતે ડાંગ જિલ્લાનુ પરિણામ સૌથી ઉંચુ ૭૭.૩૨ ટકા રહ્યુ છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનુ રહ્યુ છે. આવી જ રીતે વ્યવસાયલક્ષી પ્રવાહમાં ૧૧૮૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ૧૧૮૦ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. જે પૈકી ૬૧૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને પરિણામ ૫૨.૨૯ ટકા રહ્યુ છે. ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ૩૦૧૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૩૦૦૦ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. આમાંથી ૧૮૩૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરિણામ ૬૧.૨૭ ટકા રહ્યુ છે. ત્રણેય પ્રવાહના કુલ ૪૬૭૧૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૪૫૯૮૦૬ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. જેમાંથી ૨૫૫૪૧૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આજે પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ સૌથી ઉંચુ પરિણામ ધરાવતુ કેન્દ્ર નાનપુર બ્લાઇન્ડ (સુરત) રહ્યુ હતુ. જેનુ પરિણામ ૧૦૦ ટકા રહ્યુ છે. આ વખતે સામાન્ય પ્રવાહમાં ૨૦૬ સ્કુલોનુ પરિણામ ૧૦૦ ટકા રહ્યુ છે. પરિણામ સવારે આઠ વાગે બોર્ડની વેબસાઇટ ઉપર મુકી દેવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ તેમના પરિણામને જોવા લાગી ગયા હતા. સામાન્ય પ્રવાહમાં પણ ફરી એકવખત વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે અને વિદ્યાર્થિનીઓનું ૭૪.૭૮ ટકા અને વિદ્યાર્થીઓનું ૬૩.૭૧ ટકા પરિણામ રહ્યું છે. રાજ્યની ૧૦૦ ટકા પરિણામ ધરાવતી ર૦૬ જેટલી શાળાઓ રહી છે. બીજી તરફ એ ૧ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ ૪પ૧ છે. તો ૭૬ સ્કૂલનું પરિણામ ૧૦ ટકાથી ઓછું રહ્યું છે. એ-ર ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૮ર૪પ, બી-૧ ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦૩૦૬, બી-ર ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૬૩ર૪૧, સી-૧ ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૮૦૯૧ર, સી-ર ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા પર,પ૯૩, ડી-ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૯૬૭૦ છે. ઈ-૧ ગ્રેડ ધરાવતા ઉમેદવારોની સંખ્યા પ૬ છે. ગુજરાતી માધ્યમના ઉમેદવારની પરિણામની ટકાવારી ગત વર્ષના પપ.૪ર ટકાથી ઘટીને પ૪.૦૩ ટકા નોંધાઈ છે જ્યારે અંગ્રેજી માધ્યમના ઉમેદવારની ટકાવારી ૭૪.ર૦ ટકાથી વધીને ૭૭.૩૭ ટકા થઈ છે.