(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૩૧
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એપ્રિલ ર૦૧૮માં લેવાયેલી ધો.૧રની સામાન્ય પ્રવાહનું ભાવનગર જિલ્લાનું પરિણામ પપ.૬૯ ટકા જાહેર થયું છે. ભાવનગર જિલ્લામાં કુલ ર૦,૬૧૯ વિદ્યાર્થીઓ નોંધાયેલ પરીક્ષાર્થીઓ પૈકી ર૦,ર૦૧ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. તે પૈકીના ૯૩૭૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાં સમગ્ર જિલ્લામાં રર વિદ્યાર્થીઓને એ-૧ ગ્રેડ, ૪૮પ વિદ્યાર્થીઓએ એ-ર ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
જ્યારે બોટાદ જિલ્લાનું ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ પર.પપ ટકા જાહેર થયું છે. બોટાદ જિલ્લામાં કુલ નોંધાયેલ પ૮૪૬ પરીક્ષાર્થીઓ પૈકીના પ૭૭૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ર૮૧ર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. કુલ પર.પપ ટકા પરિણામ જાહેર થયું હતું. આજરોજ ભાવનગર જિલ્લાનું ધો.૧રનું પરિણામ હોવાથી જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિ તથા બોર્ડ પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટ દ્વારા શહેરની નંદકુંવરબા શાળામાં શહેર જિલ્લાની તમામ શાળાના પ્રતિનિધિઓને માર્કશીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રવાર પરિણામની ટકાવારી
કેન્દ્રનું નામ ઉપસ્થિત પાસ નાપાસ ટકાવારી
ભાવનગર પ૬રપ ૩૯ર૪ ૧૭પ૦ ૬૯.૭૬
ભુંભલી ૬૪૬ ૩૩૭ ૩૧૩ પર.૧૭
વાળુંકડ(ઘોઘા) ૩ર૭ ૧૯૬ ૧૩૩ પ૯.૯૪
મહુવા ૧૭૦૦ ૧૦ર૮ ૬૮૯ ૬૦.૪૭
બગદાણા રર૯ ૧૪૦ ૯૧ ૬૧.૧૪
પાલિતાણા ૧૪૯૬ ૮૭૯ ૬ર૯ પ૮.૭૬
ગારિયાધાર પ૮૧ ૩પ૮ રર૯ ૬૧.૬ર
વાળુકડ(પાલિ.) ર૯૦ ર૧૮ ૭૮ ૭પ.૧૭
ભાવનગર ૪૪૮૬ ૧૦૭૪ ૩૬૯પ ર૩
સોનગઢ ૧૧૬૩ પ૩૧ ૬૩૯ ૪પ.૬૬
સિહોર ૧૪૦૩ ૮૧૯ પ૯૦ પ૮.૩૭
વલ્લભીપુર ર૮૭ ર૪ર ૪૬ ૮૪.૩ર
ઉમરાળા ર૩પ ૧૬પ ૭૪ ૭૦.ર૧
તળાજા ૧૧૮ર ૭પ૪ ૪૩૪ ૬૩.૭૯
ઉંચડી ર૭ર ૧૬૯ ૧૦૬ ૬ર.૧૩
સથરા ૬૩૧ ૪૭૧ ૧૬૮ ૭૪.૬૪
દાજીપુર ૬૧૭ ૩૪પ ર૭૭ પપ.૯ર
દિહોર – – – ૭પ.ર૧
ટીંસાણા – – – ૭૯.પ૬