મોડાસા,તા.ર૮
અરવલ્લી જિલ્લામાં ધોરણ-૧૦ એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થતા ભારે ઉત્તેજના સર્જાઈ હતી વિદ્યાર્થીઓ અને વાલીઓ વહેલી સવારથી પરિણામ માટે આતુરતાનો અંત બોર્ડની વેબસાઈટ પર પ્રસિદ્ધ થતા જ આવી ગયો હતો અરવલ્લી જિલ્લામાં ગત વર્ષ કરતા ૧૦ ટકા જેટલું પરિણામ ઓછું આવ્યું હતું. ૫૬.૯૫ ટકા પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓની સરેરાશ ટકાવારી પણ ઘટતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલકોમાં ભારે નિરાશા જોવા મળી હતી. જિલ્લામાં ગણિત વિષય માં વધુ વિદ્યાર્થીઓ નાપાસ થતા જિલ્લાના પરિણામ પર અસર પડી હતી જિલ્લાના ૪૩ વિદ્યાર્થીઓ ટ્ઠ-૧ ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા હતા. જિલ્લામાં સૌથી વધુ પરિણામ બાયડ તાલુકાના જીતપુર કેન્દ્રનું ૭૮.૩૦ ટકા જાહેર થયું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ પણ બાયડ તાલુકાના ગાબટ કેન્દ્રનું ૩૨.૨૮ ટકા પરિણામ જાહેર થયું હતું.