(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૩૧
ધો.૧૨ સામાન્ય પ્રવાહની માર્ચમાં લેવાયેલી પરિક્ષાના આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરાનું ૫૭.૧૯ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વડોદરામાંથી કુલ ૧૮૮૬૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૧૮૫૯૮ વિદ્યાર્થીઓ પરિક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.
આજે જાહેર થયેલા પરિણામમાં ૨૫ વિદ્યાર્થીઓને એ૧, ૩૭૫ વિદ્યાર્થીઓને એ૨,૧૦૬૪ વિદ્યાર્થીઓને બી૧, ૨૨૧૪ વિદ્યાર્થીઓને બી૨, ૩૨૮૦ વિદ્યાર્થીઓને સી૧, ૨૭૧૮ વિદ્યાર્થીઓને ઇ-૧ જ્યારે ૮૨૩૧ વિદ્યાર્થીઓને એનઆઇ (નીડ ઇમ્પ્રુવમેન્ટ) ગ્રેડ આપવામાં આવ્યા હતા.
વડોદરાનાં કેટલાક કેન્દ્રોની વાત કરીએ તો પાદરાનું ૫૫.૧૧ ટકા, સાવલીનું ૫૮.૫૯ ટકા, માંડવીનું ૬૫.૪૩ ટકા, ઇન્દ્રપુરીનું ૬૬.૯૯ ટકા, પ્રતાપનગરનું ૬૩.૧૮ ટકા, રાવપુરાનું ૬૩.૧૮ ટકા, વાઘોડીયાનું ૭૪.૨૧ ટકા, છાણીનું ૫૫.૨૪ ટકા, સયાજીગંજનું ૬૪.૯૭ ટકા, ફતેગંજનું ૬૪.૬૧ ટકા, અટલાદરાનું ૬૫.૩૧ ટકા, સમાનું ૭૦.૬૪ ટકા, માંજલપુરનું ૬૪.૩૭ ટકા મુકબધીર રાવપુરાનું ૪૪.૧૨ ટકા, સેન્ટ્રલ જેલનું ૯.૦૯ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. અન્ય કેટલાક જિલ્લા પર નજર કરીએ તો ભરૂચ જિલ્લાનું ૬૧.૪૨ ટકા, નર્મદાનું ૩૮.૧૭ ટકા, છોટાઉદેપુરનું ૩૧.૫૪ ટકા, બોડેલીનું ૪૮.૬૧ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.