(એજન્સી) લાતેહાર, તા. ૨૭
ઝારખંડના નક્સલ પ્રભાવિત વિસ્તાર લાતેહરમાં નકસલવાદીઓના એક હુમલામાં છ પોલીસકર્મી શહીદ થઈ ગયા છે. લાતેહરમાં આવેલ બૂઢા પર્વત વિસ્તારમાં નક્સલીઓના સર્ચ પર નિકળેલ જગુઆર પોલીસ પાર્ટી પર હુમલો કરી દીધો. આ હુમલામાં પોલીસના ૦૬ જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે પાંચ જવાનો ઘાયલ થઈ ગયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. માહિતી અનુસાર સર્ચ પર નિકળેલ પોલીસને નિશાન બનાવીને નક્સલિઓએ પહેલા લેન્ડમાઈન્ડ બ્લાસ્ટ કર્યો, ત્યાર પછી જવાનો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી. ત્યાર પછી જવાનોએ જવાબી કાર્યવાહી કાર્યવાહીમાં નક્સલીઓ પર પણ ફાયરિંગ કરી ત્યારે નક્સલી ભાગી નીકળ્યા હતા. અહેવાલો અનુસાર જે પોલીસની ટીમ પર નક્સલીઓએ હુમલો કર્યો તેમા લાતેહાર અને ગઢવા જિલ્લાના એસપી પણ સામેલ હતા. જોકે, તેઓ બંને સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગઢવા પોલીસ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વિપુલ શુક્લાએ મંગળવાર સાંજે લાતેહાર અને ગઢવાના સીમા વિસ્તારમાં છિંજો વિસ્તારમાં નક્સલીઓ હોવાની બાતમી પર પોલીસ અને સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી હતી. સુરક્ષા દળોનો સામનો થતાં ફાયરિંગની શરૂઆત કરી દીધી અને રસ્તામાં છુપાવેલ સુરંગને વિસ્ફોટ કરી દીધી, જેમાં ઝારખંડ જગુઆરના છ જવાન શહીદ થઈ ગયા જ્યારે અન્ય ઘાયલ થઈ ગયા. તેમને જણાવ્યું કે, મોડી રાત સુધી નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થતી રહી હતી. શુક્લાએ જણાવ્યું કે, જવાનોને જંગલમાંથી બહાર કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઝારખંડ જગુઆર રાજ્ય પોલીસની વિશેષ ટીમને નક્સલીઓને સામે લડવા માટે તૈયાર કરવામાં આવી છે. ૮ વર્ષ બાદ ફરી એક વાર નક્સલીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. આ પહેલા વર્ષ ૨૦૧૦માં નક્સલીઓએ આ જ વિસ્તારમાં લેંડ માઈન્સ ફીચ કરીને બ્લાસ્ટ કર્યા હતા જેમાં ૧૩ જવાન શહીદ થયા હતા. તે સમયે નક્સલીઓએ ૧૦૦ લોકોને બંધક બનાવ્યા હતા. પોલીસ સુત્રોના આધારે બૂઢા પર્વતમાં કેટલાક ઈનામી નક્સલીઓ છુપાયેલા છે.

અથડામણ બાદ ૩૦૦ પત્થલગઢી સમર્થકોનો પૂર્વ લોસભા ઉપાધ્યક્ષ કડિયા મુંડાના ઘર પર હુમલો, ત્રણ જવાનોનું અપહરણ

ખૂંટીના અનિગડા ખાતે પોલીસ સાથે થયેલા અથડામણ બાદ ૩૦૦ પત્થલગઢી સમર્થકોએ સાંસદ તથા પૂર્વ લોકસભા ઉપાધ્યક્ષ કડિયા મુંડાના ઘર પર હુમલો કરી દીધો હતો. સુરક્ષામાં તૈનાત ત્રણ પોલીસ કર્મીઓને પણ બંધક બનાવી લીધા હતા. પત્થલગઢી સમર્થકોએ બપોરે ત્રણેયનું અપહરણ કર્યું હતું અને સાથે લઇ ગયા હતા. આ ત્રણેયને માર મારવામાં આવ્યો અને તેમની પાસેથી રાઇફલ પણ છીનવી લીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસના નાસભાગ મચી ગઇ હતી અને રાંચી ખૂંટી ઉપરાંત દિલ્હી સુધી ગતિવિધિઓ ઝડપી બનાવાઇ હતી. ત્રણેય પોલીસ કર્મીઓને મુક્ત કરાવવા માટે ખૂંટીના ડીસી સૂરજકુમાર અને એસપી અશ્વિનીકુમાર સિંહા ૫૦૦ પોલીસ કર્મીઓ સાથે સાંજે ઘાઘરામાં આયોજિત ગ્રામસભામાં પહોંચ્યા હતા. ગ્રામસભા દ્વારા કહેવાયું કે, ચર્ચા માટે ફક્ત પાંચ લોકો જ આવી શકે છે. મોેડી રાત સુધી પોલીસ કર્મીઓને છોડાવવાની કાર્યવાહી ચાલુ હતી.