ચંડીગઢ,તા.૧૦
હરિયાણાના રેવાડીમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં છ લોકોના મોત નિપજ્યા છે જયારે એક મહિલા ઘાયલ થઈ છે. કારમાં સવાર તમામ લોકો દિલ્હીથી જયપુર જઈ રહ્યા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સવારે સર્જાયો હતો. મૃતકમાં બે બાળક, બે મહિલા અને અન્ય બે પુરૂષનો સમાવેશ થાય છે.
અકસ્માતની ઘટનામાં સ્થાનિક લોકોએ કારમાં સવાર લોકોને બહાર કાઢવાની કોશિશ કરી પરંતુ કાર ટ્રકમાં ફસાઈ ગઈ હોવાથી સ્થાનિક લોકોને તેમા સફળતા મળી નહોતી. પોલીસે અકસ્માતની ઘટના મામલે તપાસ પણ શરૂ કરી છે.