(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
શહેરના ઉધના મગદલ્લા ખાતે રહેતો પરિવાર ગતરોજ વિમાનમાં કેન્યાની રાજધાની નૈરોબી અદીસ અબાબાની પાસે ઇથોપિયન એરલાઇન્સ બોઇંગ ૭૩૭માં જઇ રહ્યાં હતા તે સમય દરમિયાન વિમાન ક્રેશ થતાં સુરતના છ, ૮ ક્રુ મેમ્બર સહિત કુલ ૧૪૯ જેટલા યાત્રીઓના મોત નિપજ્યા હતા. બનાવની જાણ સુરતમાં રહેતા સગાસંબંધીઓને થતાં સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં છવાઇ જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પાછલા ૧૮ વર્ષથી કેનેડામાં સેટલ થયેલા પ્રતિત દિક્ષીત પોતાની પત્ની ઉષા દિક્ષીત અને પુત્રી આશકા (૧૬) અને નાની દિકરી અનુષ્કા (૧૩) સાથે ફરવા માટે આફ્રિકા જઈ રહ્યા હતા. તેઓ ટોરેન્ટોથી બેઠાં હતા અને ઈથોપિયા પહોંચીને ત્યાંથી નૈરોબી જવા માંગતા હતા પરંતુ કાળમુખી ફ્‌લાઈટ ઉડાન ભરતાંની સાથે જ મિનિટોમાં ક્રેશ થઈ ગઈ હતી. તમામ મુસાફરોમાં મોતને ભેટ્યા હતા. તેમાં આખ્ખો દિક્ષીત પરિવાર પણ મોતને ખપ્પરમાં હોમાઈ જપા પામ્યું છે.
સુરતના ઉધના-મગદલ્લા રોડ પર આવેલા ચાઈગેટ નજીકના સ્વપનીલ બંગ્લોઝમાં રહેતા પ્રેતિત દીક્ષિત,પત્ની ઉષા મોટી દીકરી આશકા ૧૬ વર્ષ નાની દીકરી અનુષ્કા ૧૩ સાથે સાસુ સસરાનું પણ મોત થયું છે. સાસુનું નામ હંસિકાબેન વૈધ અને સસરાનું નામ પન્નીકેશ વૈધ છે. સાસુ-સસરા સહિત દિકરી-જમાઈનો પરિવાર પ્લેન ક્રેશમાં મોતને ભેટતા સમગ્ર પરિવારમાં માતમનો માહોલ છે. હંસિકાબેન અને પન્નીકેશ વૈદ્ય અમદાવાદમાં રહે છે. પ્રતિત દિક્ષીતના માતા પરિન્દા દિક્ષીતે દુખ સાથે જણાવ્યું કે, બધા આફ્રિકા જવાના હતા પરંતુ કમનસીબે બધા કાળનો કોળિયો બની ગયા છે. સરકારને જાણકારી આપવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા કોઈ આશ્વાસનનો શબ્દ પણ કહેવામાં આવ્યો નથી. તેઓ ૧૮ વર્ષથી ટોરેન્ટો-કેનેડામાં રહે છે. કેન્યા, મોમ્બાસા, નૈરોબી જેવા શહેરોમાં ફરવા નીકળ્યા હતા. પ્રતિતના પિતા વિરેન્દ્ર દિક્ષીતે કહ્યું કે, મારો પુત્ર કેયૂર દિક્ષીત અને તેનો સાળો સુષ્મા સ્વરાજ સાથે કોન્ટેક્ટમાં છે. મારા માતા-પિતા ગુમાવ્યા છે. બોડી જોઈએ અને કેનેડા જવાની ઈચ્છા છે. તેમના ડેડ બોડી મળી જાય તેના માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારને અમે કશું કહ્યું નથી.