હિંમતનગર, તા.૨૮
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધો.૧૦નું પરિણામ સોમવારે જાહેર થતાં તેમાં સાબરકાંઠાનું પરિણામ ૬૦.૧૩ ટકા આવ્યું છે જે ગત વર્ષ કરતા ૩.૧૫ વધુ છે. આ વર્ષે જિલ્લાની સાત શાળાઓનું ૧૦૦ ટકા જ્યારે અન્ય સાત શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયના જણાવ્યા મુજબ માર્ચ ૨૦૧૮માં લેવાયેલી ધો.૧૦ની પરીક્ષામાં સાબરકાંઠા જિલ્લામાં ૧૮૯૫૧ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, તે પૈકી ૧૮૭૧૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં ૨૩૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો.૧૦મા સાબરકાંઠાના ૭૪૬૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ૧૧૨૫૩ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે.
જિલ્લાના ટોપ વિદ્યાર્થીઓની યાદી

વિદ્યાર્થીનું નામ મેળવેલ રેન્ક
શાહ યશવી આર. ૧
ઢાપા હર્ષદ એમ. ર
ત્રિવેદી ધ્રુવી એસ. ૩
પટેલ ધાર્મિક એમ. ૪
ઢાપા નયીમ એમ. પ
પટેલ અવી ડી. ૬
પંડ્યા હેત એમ. ૭
ચૌધરી ક્ષેયા બી. ૮
પટેલ જીત એચ. ૯
ઉદાવત માનસીકુંવર જે.૧૦
વોરા મુસ્કેકા એમ. ૧૧
જોષી માનવ એચ. ૧ર