(એજન્સી) અમૃતસર, તા. ૧૯
અમૃતસરના જોડાબજાર ફાટક પાસે દશેરાના પર્વ દરમિયાન રાવણ દહન સમયે જ મચેલી નાસભાગને કારણે ફાટક તરફ દોડેલા લોકો ટ્રેનની અડફેટે આવતા ૬૦ જેટલા લોકોના મોત નીપજ્યા છે અને અસંખ્ય લોકો ગંભીર રીતે ઘવાયા છે. રાવણ દહન દરમિયાન મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા તે સમયે જ સળગતું રાવણનું પૂતળું ટ્રેક પર પડ્યું હતું અને લોકોમાં નાસભાગ મચી ગઇ હતી જ્યારે આ ટ્રેક પર એક ટ્રેન આવતા લોકો તેનાથી બચવા બીજા ટ્રેક પર જતા હતા તે જ સમયે બીજા ટ્રેક પર અન્ય ફાસ્ટ ટ્રેન આવી રહી હતી પણ જતા અસંખ્યા લોકો ટ્રેનની નીચે ચગદાઇ ગયા હતા. આ લોકોમાં નાના બાળકો અને મહિલાઓ પણ સામેલ હતી. એક તરફ ડીએબી એક્સપ્રેસ આવી તેનાથી બચવા લોકો બીજા ટ્રેક પર દોડ્યા ત્યારે બીજા ટ્રેક પર જાલંધર-અમૃતસર એક્સપ્રેસ ટ્રેન આવી ચડતાં અસંખ્ય લોકો દોડતી ટ્રેનની અડફેટે આવી ગયા હતા.
રાવણ દહન દરમિયાન આડેધડ ફાટેલાગભરાયેલા કેટલાક લોકોે સીધી ફાટક તરફ દોટ મુકી હતી જોકે, દુર્ભાગ્યે ટ્રેક પર પઠાણકોટથી અમૃતસર જઇ રહેલી ટ્રેનની અડફેટે લોકો આવ્યા હતા અને મોટી જાનહાનિ સર્જાઇ હતી. કેટલાક અહેવાલોમાં ૬૦ લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. ઘટના બાદ પોલીસ અને જીઆરપીની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. સાથે જ સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે મદદ માટે પહોંચી ગયા હતા. રાવણના દહન સમયે જોડા ફાટક પાસે અચાનક નાસભાગ મચી ગઇ હતી જેના કારણે ઘણા લોકો ટ્રેકની તરફ દોડવા લાગ્યા હતા. આ દરમિયાન આ ટ્રેક પર જ પઠાણકોટથી અમૃતસર જઇ રહેલી ટ્રેન પસાર થઇ હતી અને લોકો કાંઇ સમજે તે પહેલા તો ટ્રેનની અડફેટે આવી જતા મોટી ખુવારી સર્જાઇ હતી. ઘટનામાં મોતને આંકડો સ્પષ્ટ થયો ન હતો પણ જાનહાનિ મોટી હોવાની દહેશત વ્યક્ત કરાઇ છે. ઘવાયેલા લોકોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. દરમિયાન એક સમાચાર એજન્સીને જીઆરપી એસએચઓ બલવીરસિંહે જણાવ્યું હતું કે, મોતનો આંકડો હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યો નથી અને અમે હાલ બચાવકાર્યમાં લાગેલા છીએ.બચાવ અને રાહત કાર્ય પછી ચોક્કસ આંકડો જાણી શકાય છે.

પંજાબના મુખ્યપ્રધાને બચાવ કામગીરીના નિર્દેશ આપ્યા

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે જણાવ્યું કે અમૃતસરમાં સર્જાયેલી દુર્ઘટના વિશે જાણીને હું સ્તબ્ધ છું. બધી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મદદ ઉપલબ્ધ કરાવવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે. આ દુર્ઘટનામાં ઘવાયેલાઓને તાકીદે નજીકની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. ઘટના સર્જાયા બાદ તાકીદે સ્થાનિક પોલીસ અને જીઆરપીની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી તાકીદે શરૂ કરી દેવામાં આવી હતી.

પંજાબ સરકારે મૃતકોના પરિવારોને
૫ાંચ લાખના વળતરની જાહેરાત કરી

પંજાબના અમૃતસરમાં દશેરાના પર્વની ઉજવણી દરમિયાન રાવણ દહન વખતે જ સર્જાયેલી નાસભાગને કારણે ટ્રેનની અડફેટમાં આવતા ૬૦થી વધુ લોકોનાં મોત થયાં છે અને અન્ય ઘણા લોકો ઘવાયા છે. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ દ્વારા આ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓના પ્રત્યેકના પરિવારોને ૫-૫ લાખ રૂપિયાની તાકીદની સહાય આપવાની અને ઘવાયેલાઓને મફતમાં સારવાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું છે કે પંજાબને શક્ય બધી સહાય આપવા માટે કેન્દ્ર તૈયાર છે.