(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા. ર૮
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા માર્ચ-ર૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૦ (એસએસસી)ની પરીક્ષાનું ધોળકા કેન્દ્રનું પરિણામ ૬ર.૮૪ ટકા આવ્યું છે. જમાલી ઈંગ્લીશ સ્કૂલનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છુે. જ્યારે બી.પી. દાવડા સરસ્વતી હાઈસ્કૂલનું ૭૮.ર૪ ટકા, બીપીએમ ગર્લ્સ હાઈસ્કૂલનું ૬૮.રર ટકા, એમ.આઈ. કુપ્પીવાલા ગર્લ્સ હાઈસ્કૂલનું ૮ર.૪૬ ટકા, મોહંમદી કોન્વેન્ટ હાઈસ્કૂલનું પ૧.રર ટકા, જ્ઞાનદીપ વિદ્યાલયનું ૭૮ ટકા, મૌલાના અબુલકલામ આઝાદ હાઈસ્કૂલનું ૭ર.૭ર ટકા, શેઠ હસનઅલી હાઈસ્કૂલનું પપ ટકા, ભવાની હાઈસ્કૂલ-આંબારેલીનું ૭૩.૮૦ ટકા, એસ.એલ.પટેલ હાઈસ્કૂલ-ભાતનું ૯૭.૬૭ ટકા, ભારતી વિનય મંદિર-આંબલીયારાનું પ૭.૪૦ ટકાઘ જવારજ માધ્યમિક શાળાનું ૯૭.૬૭ ટકા, વાઘેશ્વરી વિદ્યાલય-કાવિઠાનું ૭ર.રર ટકા, ગોહિલ હાઈસ્કૂલ-વારણાનું ૭૬.૩ર ટકા પરિણામ આવેલ છે. એમ શેઠ હસનઅલી હાઈસ્કૂલ-ધોળકાના આચાર્ય એ.એ. બુકસેલરે જણાવ્યું છે.