પાટણ, તા. ર૮
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાયેલ ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવતા જિલ્લાનું ૬ર.૦૪ ટકા પરિણામ જાહેર થવા પામ્યું છે. જ્યારે જિલ્લામાં એ-વન ગ્રેડમાં ૮૬, એ-ટુમાં ૪૧૮, બી-વનમાં ૧૦૩૪, બી-ટુમાં રર૯ર વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે ૬પપર વિદ્યાર્થીઓ નાપાસ જાહેર કરવામાં આવ્યા છે.
પાટણની બી.એમ. હાઈસ્કૂલનો વિદ્યાર્થી દેસાઈ રોહન બળદેવભાઈએ ૯૯.૯પ પી.આર. મેળવી રાજ્યમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો છે તો જિલ્લામાં એ-વન ગ્રેડના ૮૬ વિદ્યાર્થીઓ પૈકી ર૭ વિદ્યાર્થીઓ બી.એમ. હાઈસ્કૂલના નોંધાવા પામ્યા છે.
પાટણ જિલ્લાના કેન્દ્રવાઈઝ પરિણામોની ટકાવારીમાં બાલીસણા-પ૬.૮૭, ચાણસ્મા-પ૦.૦ર, ધીણોજ-૮૩.પપ, પાટણ-૭૦.૭૩, રાધનપુર-પ૬.૮૧, સિદ્ધપુર-૬ર.૮૩, રણુંજ-૬પ.૯૮, હારીજ-પર.ર૪, વારાહી-૪૬.૦૯, વડાવલી-૭૭.૯૬, શંખેશ્વર-૪૩.૧૩, કોઈટા-૬૮.૭૧, વાયડ-૮ર.૭ર, કુંવારા-૩૮.૭ર, સમી-પ૩.૩૦, સાંતલપુર-૪૧.૩ર અને સૌથી નીચું પરિણામ ૩૮.૦૬ ગણેશપુરા સેન્ટરનું નોંધાવા પામ્યું છે.