(સંવાદદાતા દ્વારા) અમરેલી,તા.૨૮
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવાયેલ ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર થતા અમરેલી જિલ્લાનું ગયા વર્ષ કરતા ૬.૬૧ ટકા વધીને ૬૫.૫૧. ટકા આવ્યું હતું. જિલ્લામાંથી કુલ ૧૮૩૪૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૧૨૦૧૪ પાસ જાહેર થયા હતા અને ૬૩૨૬ નાપાસ થયા હતા જિલ્લાના ૩૧ પરીક્ષાના પેટા કેન્દ્રોમાંથી સૌથી વધુ જેશીંગપરાનું ૯૫.૬૧ ટકા જ્યારે સૌથી ઓછું ઓળિયા ૨૮.૫૭ ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે જિલ્લામાં ૯ શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું હતું. ૧૦૦ ટકા પરિણામ મેળવવામાં ગયા વર્ષે ૧૧ શાળા હતી. આ વર્ષે બે શાળાનો ઘટાડો થયો હતો જ્યારે જિલ્લાની પાંચ શાળાઓનું ૦ ટકા પરિણામ આવ્યું હતું ગયા વર્ષે ૭ શાળાઓએ ૦ ટકા પરિણામ મળેલ હતું તેમાં આ વર્ષે ૦ ટકા પરિણામ મેળવવામા બે શાળાનો ઘટાડો થયો હતો રાજ્યમાં ઉતરતા ક્રમમાં ટકાવારીમાં અમરેલી જિલ્લો ગયા વર્ષની સરખામણીએ ૬ ટકા ઘટીને ૨૩ ક્રમે રહેલ હતો.
જિલ્લામાં ગ્રેડવાઈઝ પરિણામ જોયે તો એ-૧માં ૭૦ વિદ્યાર્થીઓ ગ્રેડ હાસિલ કરેલ હતો જ્યારે એ-૨માં ૬૧૪, બી૧માં -૧૭૬૦, બી ૨માં-૩૪૬૦, સી ૧માં -૪૦૯૭, સી ૨માં -૧૯૧૫ અને ડી ગ્રેડમાં -૯૮, અને ઈ ૧માં -૧૦૭૧, ઈ ૨માં -૫૨૫૫, વિદ્યાર્થીઓ ગ્રેડ મેળવેલ હતો.
અમરેલી જિલ્લામાં માર્ચ ૨૦૧૮ની પરીક્ષામાં કુલ ૧૮૪૩૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી ૧૮૩૪૦ હાજર રહી પરીક્ષા આપેલ હતી. તેમાંથી ૧૨૦૧૪ પાસ થયેલ હતા અને ૬૩૨૬ નાપાસ જાહેર થયેલ હતા જિલ્લાના ૩૧ પેટા પરીક્ષા કેન્દ્રોમાં અમરેલી કેન્દ્રનું ૭૪.૪૨ ટકા, બગસરાનું-૭૬.૧૦ ટકા, ધારી-૫૯.૨૦, કુંકાવાવ-૭૨.૩૫, લાઠી-૬૬.૮૧, રાજુલા-૫૩.૮૧, સાવરકુંડલા-૫૬.૩૫, ચલાલા-૬૭.૧૩, બાબરા-૫૯.૩૨, વાડિયા-૬૫.૭૬, લીલીયા-૮૦.૧૧, ખાંભા-૪૮.૮૩, ઉજળા-૮૦.૬૯, દામનગર-૭૮.૧૫, જાફરાબાદ-૫૦.૩૧, બાઢડા-૭૪.૫૮, ચિતલ-૬૭.૮૯, જાળીયા-૯૧.૯૮, અને સૌવથી વધુ જેશીંગપરા-૯૫.૬૧, અને સૌવથી ઓછું ઓળિયા-૨૮.૫૭, પીઠવડી-૫૦.૦૦, હાડલા-૮૪.૭૧, આંકડિયા-૭૫.૧૯, ટીબી -૪૧.૪૬, દેવકા-૪૯.૭૪, દેવળીયા ૭૮.૫૦, વીજપડી-૪૫.૩૨, વંડા ૪૦.૮૫, ડેડાણ-૭૧.૪૩, અને દુધાળા-૮૫.૭૮ ટકા અને કરિયાણા ૫૧.૫૬ ટકા પરિણામ આવેલ હતું. એકંદરે ગયા વર્ષ કરતા પરિણામ ઉચ્ચું આવતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળેલ હતા.