(એજન્સી) શ્રીનગર, તા.ર૪
જમ્મુ-કાશ્મીર પોલીસે રાજ્યના રામબન જિલ્લામાં ભેંસો લઈને જતા ૬પ વર્ષીય વૃદ્ધ પર કથિત હુમલો કરવા બદલ સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં પાંચ આરોપી ફરાર છે. એમ પોલીસે જણાવ્યું હતું. આ ઘટનાએ પગલે પહાડી જિલ્લામાં તંગદિલીભર્યું વાતાવરણ ઊભું થયું હતું કારણ કે અફવા ફેલાવનારાઓએ ગાય જાગૃત્તતા પરના હુમલાઓને જવાબદાર ઠેરવ્યા હતા. રામબનમાં તાજેતરમાં જ ટ્રક પર થયેલ હુમલાની અફવાએ બળતણનું કામ કર્યું હતું જ્યારે કેટલાક લોકો દ્વારા બળજબરીથી પશુઓને ટ્રકમાં લઈ જવાઈ રહ્યા હતા. પોલીસે નીલ બટ્ટુના પીડિત ૬પ વર્ષીય વયોવૃદ્ધ અબ્દુલ હમીદ શેખ પર હુમલો કરનાર એસપીઓ જીવનસિંઘ, પ્રભાતસિંઘ, સંજીતસિંઘ અને ધરમસિંઘની ધરપકડ કરી છે. શબનમના એસએસપી મોહનલાલે દાવો કર્યો છે કે, પીડિત અબ્દુલ હમીદ અને પ્રભાતસિંઘના પરિવાર વચ્ચે વિખવાદને પગલે આ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, પીડિત ગાય લઈને જતો નહોતો કે ન તો ત્યાં કોઈ વર્ણવેલ ગાય જાગૃત્તતા ટોળું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પીડિત સ્થાનિક ગ્રામિણ પાસેથી ભેંસ ખરીદીને લઈ જઈ રહ્યો હતો. જ્યારે પીડિત શેખ રોકડ રકમ લઈને જતા હતા ત્યારે આરોપીએ શેખની પાસેથી રોકડ રકમ ઝૂંટવી લેવા પ્રયાસ કર્યો હતો. શેખે પોલીસમાં ૬૦,૦૦૦ રૂપિયા તેમની પાસેથી ઝૂંટવી લીધા હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.