(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૮
આજે ધોરણ ૧૦ના જાહેર થયેલા પરિણામમાં વડોદરા શહેર જિલ્લાનું ૬૬ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વડોદરામાં કુલ ૩૯૦૬૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૩૮૯૩૧ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જાહેર થયેલ પરિણામમાં ૩૮૨ વિદ્યાર્થીઓને એ વન, ૧૯૮૫ વિદ્યાર્થીઓને એ ટુ, ૩૫૨૮ વિદ્યાર્થીઓને બી૧, ૫૭૩૬ વિદ્યાર્થીઓને બી ૨, ૭૭૨૦ વિદ્યાર્થીઓને સી૧, ૫૯૨૦ વિદ્યાર્થીઓને સી૨, ૪૨૨ વિદ્યાર્થીઓને ડી, ૩૧૩૮ વિદ્યાર્થીઓને ર્િં, ૧૦૧૦૦ વિદ્યાર્થીઓને ્રુ, જ્યારે ૨૫૬૯૩ વિદ્યાર્થીઓને ઇકયુસી (એલીજેબલ ફોર કોલીફાઇંગ સર્ટીફીકેટ) જાહેર કરવામાં આવ્યા હતા.
કેન્દ્ર દીઠ વાત કરીએ તો ડભોઇ કેન્દ્રનું ૪૮.૫૪ ટકા, ડેસરનું ૩૨.૭૪ ટકા, મીયાગામ કરજણનું ૫૯.૫૩ ટકા, પાદરાનું ૬૪.૩૩ ટકા, સાવલીનું ૪૧.૬૭ ટકા, શિનોરનું ૬૧.૦૪ ટકા, વાઘોડીયાનું ૬૨.૮૫ ટકા, અલકાપુરીનું ૭૪.૯૮ ટકા, સયાજીગંજનું ૬૬.૦૩ ટકા, રાવપુરાનું ૭૫.૦૨ ટકા, માંડવીનું ૬૪.૫૩ ટકા, કારેલીબાગનું ૮૬.૦૭ ટકા, મકરપુરાનું ૭૭.૦૬ ટકા, બાજવાનું ૭૪.૨૪. ટકા, માસર રોડ ૪૯.૦૩ ટકા, મોભાઇ રોડનું ૬૨.૪૬ ટકા, ભાદરવાનું ૪૪.૪૯ ટકા, વરણામાનું ૬૪.૫૨ ટકા, થુવાવીનું ૩૧.૪૧ ટકા, આનંદીનું ૮૬.૧૩ ટકા, સાધલીનું ૬૫.૮૧ ટકા, અકોટાનું ૭૪.૭૫ ટકા, વાસણાનું ૮૬.૪૨ ટકા, ગોત્રીનું ૬૩.૪૧ ટકા, સમાનું ૮૬.૦૮ ટકા, ઇન્દ્રપુરીનું ૭૪.૫૮ ટકા, આજવા રોડનું ૭૨.૭૩ ટકા, વારસીયાનું ૪૮.૮૬ ટકા, કારેલીબાગ-૧ નું ૬૦.૯૦ ટકા, માંજલપુરનું ૭૨.૪૩ ટકા, મકરપુરા, તરસાલીનું ૬૩.૨૫ ટકા, સાધીનું ૫૪.૨૭ ટકા, કાયાવરોહણનું ૪૧.૨૧ ટકા, જરોદનું ૪૮.૪૫ ટકા, છાણીનું ૫૧.૩૬ ટકા, કંડારીનું ૫૭.૦૨ ટકા, ભાયલીનું ૪૨.૫૩ ટકા, વલણનું ૫૮.૮૩ ટકા, સાંઢાસાલનું ૪૧.૭૩ ટકા, મુવાલનું ૫૦.૧૯ ટકા, જાસપુર ૪૯.૬૦ ટકા, પોરનું ૫૩.૧૬ ટકા, ડબકાનું ૬૫.૦૩ ટકા, વાંકાનેરનું ૨૭.૫૨ ટકા અને રાયકાનું ૪૧.૮૩ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.