(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૧
ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં કુલ ૫૫.૫૫ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાંથી સુરતનું કુલ ૬૭.૪૨ જેટલું ઊંચુ પરિણામ આવ્યું છે. સુરતની સ્કૂલોમાંથી ૧૪૩ સ્ટુડન્ટસે એ-૧ ગ્રેડ મેળવ્યા છે. જેમાં ભૂલકા ભવન સ્કૂલના આર્જવે ૯૪.૫૩ ટકા મેળવ્યા છે.
ભૂલકા ભવન સ્કૂલ ખાતે ધોરણ ૧૨ સમાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા આર્જવ સંજય મહેતાએ ૯૪.૫૩ ટકા મેળવ્યા છે. આર્જવને વાણીજ્ય અને એકાઉન્ટમાં ૧૦૦ માર્કસ મેળવ્યા છે. આર્જવે જણાવ્યું હતું કે, ભારતમાં એગ્રીકલચરમાં ૬૦ ટકાથી વધુ લોકો જોડાયા છે. જેથી તેઓને સરકારની તમામ યોજનાઓનો લાભ મળી રહે તો દેશની આર્થિક પરિસ્થિતિમાં ચોક્કસ બદલાવ આવી શકે છે. ભારતમાં યુવા એજ્યુકેશન દર પણ સારો છે પરંતુ ૧૨ પછીના અભ્યાસ બાદ ઉચ્ચ અભ્યાસ માટેની પ્રોપર ગાઈડ લાઇન મળતી નથી. જેને લઈ ઘણા ગરીબ વિદ્યાર્થીઓ અટવાતા હોય છે અને એક સારી તક ગુમાવી દેતા હોય છે. એટલે ૧૨ પછીના અભ્યાસ માટેની પૂરતી માહિતી અને આયોજન કરી શકાય એવા સારા માર્ગદર્શન માટે સંસ્થાઓ અને સરકાર માન્ય ફ્‌ઞ્ઞ્‌બ્‌ આગળ આવે તો તમામ વિદ્યાર્થોને સંપૂણ માહિતી મળી છે.

પિતાવિહોણી સુરતની પાટીદાર
દીકરીએ ૯૧.૯૪ ટકા મેળવ્યા

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૧
ધો.૧ર સામાન્ય પ્રવાહમાં પિતા વિહોણી પાટીદાર દિકરીએ ૯૧.૯૪ ટકા મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. પિતાના મોત બાદ માતાએ સિલાઈ કામ કરી દીકરીને ભણાવી છે. જ્યારે ટ્યુશન અને સ્કૂલ દ્વારા ફી માફી કર્યા બાદ સારું પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બોર્ડની પરિક્ષામાં આશાદિપ વિદ્યાલયની સાવલીયા હાર્દીક્ષાએ જણાવ્યું હતું કે, પિતાના મોત બાદ તમામ જવાબદારી માતાએ ઉઠાવી લીધી હતી. મારા પરિણામ પાછળ માતા અને સ્કૂલના શિક્ષકોને સિંહ ફાળો છે. સ્ટેટ અને વાણીજ્ય પર વધુ ભાર મૂક્યો હતો. બન્ને સબજેક્ટની અલગ-અલગ નોટબૂક બનાવી તૈયારી કરી હતી. જેથી ૯૧.૯૪ ટકા મેળવ્યા છે. મૂળ ઢસાના વતની વિનુભાઈ સાવલીયા સુરતના કારગીલ ચોક વિસ્તારમાં રહેતા હતા, અને સહજાનંદ ટેક્નોલોજીમાં કામ કરતી હતી. દરમિયાન હાર્દિક્ષા ચોથા ધોરણમાં હતી ત્યારે તેમનું મોત નિપજ્યું હતું. જેથી ત્રણ સંતાનોએ પિતાનો આધાર ગુમાવ્યો હતો. પિતાના મોત બાદ માતાએ ઘરની તમામ જવાબદારી ઉઠાવી લીધી હતી. અને સિલાઈ કામ કરી સંતાનોને ભણાવી રહ્યા છે.