શાળા પ્રવેશોત્સવની ઉજવણી વચ્ચેનું વરવંુ સત્ય

(તસવીર : ઈકબાલ અધામ, જામનગર)

 

 

૩૦૦થી વધુ ઓરડામાં એક કરતાં વધુ ધોરણના ભૂલકાંને બેસાડાય છે

(સંવાદદાતા દ્વારા)                                                         જામનગર,તા.૧૯

જામનગર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવના નાટક શરુ થઇ ગયા છે અને લાખો-કરોડો રૂપિયાનું આંધણ કરી નાખવામાં આવશે,પરંતુ શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવતી હતી. હાલ જિલ્લાની ૭૦૩ પ્રા,શાળામાં ૬૭ આચાર્યો તેમજ ૨૩૪ શિક્ષકોની ઘટ છે તો ૬૩૬ ઓરડાઓની ઘટ છે જેમાં ૩૦૦ થી વધુ ઓરડામાં એક કરતા વધુ ધોરણના વિધાર્થીઓને બેસાડવામાં આવે છે

જામનગર જિલ્લામાં ૭૦૩ સરકારી પ્રાથમિક શાળાઓ ચાલી રહી છે, જેમાં મોટા ભાગની શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ નથી.ત્યારે શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે શાળા પ્રવેશોત્સવનું નાટક શરુ થઇ ગયું છે. જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં પહેલા ધોરણમાં પ્રવેશ આપવા માટે સરકારી અધિકારીઓ તેમજ મંત્રીઓ, ધારાસભ્યો તેમજ રાજકીય નેતાઓ દ્વારા બાળકોને પ્રવેશ અપાવવમાં આવી રહ્યો છે જિલ્લાની ૭૦૩ પ્રાથમિક શાળામાં ધો.૧ થી ૫માં ૭૭ તથા ધો.૬ થી ૮માં ૧૫૦ શિક્ષકોની ઘટ છે જયારે શાળાઓમાં ૬૭ જેટલા આચાર્યોની ઘટ છે. તેમજ મોટાભાગની શાળાઓમાં બાળકોને બેસાડવા માટે ઓરડાઓ પણ નથી.

હાલ જિલ્લાની ૭૦૨ શાળાઓમાં ૬૩૬ ઓરડાઓની ઘટ છે ૩૦૦ થી વધુ ઓરડાઓમાં એક કરતા વધુ ધોરણના વિધાર્થીઓને બેસાડવામાં આવે છે તેમજ શિક્ષકોની ઘટ હોવાના કારણે અમુક શાળામાં બે-ત્રણ ધોરણના વિધાર્થીઓને એકી સાથે બેસાડીને શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે જયારે અમુક શાળાઓમાં ઓરડા ઓછા હોવાના કારણે વિધાર્થીઓને વૃક્ષો નીચે બેસાડીને શિક્ષક આપવામાં આવે છે.

જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં અપૂરતી સુવિધાઓ વચ્ચે શાળા પ્રવેશોત્સવના નાટક શરુ થઇ ગયા છે. શાળા પ્રવેશોત્સવથી વિધાર્થીઓને પ્રોત્સાહન મળે છે પરંતુ શિક્ષણ જ ન મળે તો તે પ્રોત્સાહનને શું કરવું। ..? જેથી ગ્રામ્ય વિસ્તારોમાં વાલીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે અગાઉ અનેક ગામોમાં બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થતા હોય તેમજ પુરતી સુવિધા ન હોય, અને પૂરતા શિક્ષકો ન હોવાથી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે.