(સંવાદદાતા દ્વારા) ધોળકા,તા.૩૧
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ-ર૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ધોળકા કેન્દ્રનું પરિણામ ૬૭ ટકા આવ્યું છે. શેઠ હસનઅલી હાઈસ્કૂલ-ધોળકાનું પરિણામ ૭૦ ટકા આવ્યું છે. મોહંમદી કોન્વેન્ટ હાઈસ્કૂલ-ધોળકાનું પરિણામ ૭૯.પ૯ ટકા, શાહ સી.જે.કોલસાવાળા, હાઈસ્કૂલનું પરિણામ ૪૦ ટકા, એમ આઈ કુપ્પીવાલા ગર્લ્સ હાઈસ્કૂલ-ધોળકાનું પરિણામ ૯૬ ટકા, બીપીએમ ગર્લ્સ હાઈસ્કૂલ-ધોળકાનું ૭પ.૩૮ ટકા, બીપી દાવડા સરસ્વતી વિદ્યાલય-ધોળકાનું ૬૭.૦૧ ટકા, માધ્યમિક સ્કૂલ મોટી બેરૂનું ૬૧.૯૦ ટકા, શ્રીમદ લઘુરાજસ્વામીજી હાઈસ્કૂલ-વટામણનું ૭૦.૩૭ ટકા ગાંગડ હાઈસ્કૂલનું પપ.પપ ટકા, ડી.જે.વાઘેલા હાઈસ્કૂલ-કોઠનુ ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૬.પ૦ ટકા આવેલ છે.