ભાવનગર, તા.૨૮
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં બોટાદ જિલ્લાનું ૬૮.૪૦ ટકા પરિણામ જાહેર થયેલ છે. બોટાદ જિલ્લાનું ગત વર્ષ ૨૦૧૭માં ૬૯.૮૫ ટકા પરિણામ હતું તે આ વર્ષે ઘટીને ૬૮.૪૦ ટકા એટલે કે, એક ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. બોટાદ જિલ્લામાં કુલ નોંધાયેલા પરીક્ષામાં પાસ થતાં બોટાદ જિલ્લાનું ૬૮.૪૦ જાહેર થયેલ છે. બોટાદ જિલ્લામાં સૌથી વધુ પરિણામ ઢસા ગામ કેન્દ્રનુું ૮૭.૩૪ ટકા જ્યારે સૌથી ઓછું પરિણામ બરવાળા ઘેલાશા કેન્દ્રનું ૪૯.૬૯ ટકા જાહેર થયું છે. બોટાદ જિલ્લામાં ૪૧ વિદ્યાર્થીઓને એ-૧ ગ્રેડ, ૩૩૨ વિદ્યાર્થીઓને એ-ર ગ્રેડ, ૭૮૯ વિદ્યાર્થીઓને બી-૧ ગ્રેડ, ૧૪૨૦ વિદ્યાર્થીઓને બી-ર ગ્રેડ મેળવ્યા હતા. ૨૧૯૬ વિદ્યાર્થીઓને સી-૧ ગ્રેડ, ૧૫૩૦ વિદ્યાર્થીઓને સી-ર ગ્રેડ, ૭૭ વિદ્યાર્થીઓને ડી ગ્રેડ, ૫૪૪ વિદ્યાર્થીઓને ઈ-૧ ગ્રેડ, ૨૪૦૬ વિદ્યાર્થીઓને ઈ-ર ગ્રેડ અને ૬૩૮૫ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ જાહેર થતાં બોટાદ જિલ્લાનું ૬૮.૪૦ ટકા પરિણામ જાહેર થયું છે. બોટાદ જિલ્લામાં ૦ ટકા પરિણામ વાળી શાળાની સંખ્યા એક, ૩૦ ટકાથી ઓછી પરિણામવાળી શાળાની સંખ્યા ૯, અને સો ટકા મહત્તમ પરિણામ વાળી શાળાઓની સંખ્યા ૦ છે.