ભાવનગર, તા.ર૮
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-ર૦૧૮માં લેવાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયેલ છે.
જેમાં ભાવનગર જિલ્લાનું ૬૯.૧૭ ટકા પરિણામ જાહેર થયેલ છે. જેમાં ભાવનગરમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ ૩૩ર૩૭ પૈકીના ૩૩૦૯૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ભાવનગર જિલ્લામાં ૩૩૭ વિદ્યાર્થીઓને એ-૧ ગ્રેડ, ૧પ૮પ વિદ્યાર્થીઓને એ-ર, ગ્રેડ, ૩૧પ૧ વિદ્યાર્થીઓને બી-૧ ગ્રેડ, ૧પ૬પ વિદ્યાર્થીઓને એ-ર, ગ્રેડ ૩૧પ૧ વિદ્યાર્થીઓને બી-૧ ગ્રેડ, પપ૭૩ વિદ્યાર્થીઓને બી-ર ગ્રેડ, આમ ભાવનગર જિલ્લાના કુલ રર૮૯૩ વિદ્યાર્થીઓ પાસ જાહેર થતા સમગ્ર જિલ્લાનું પરિણામ ૬૯.૧૭ ટકા જાહેર થયું છે. બોર્ડની પરીક્ષાના પરિણામમાં ભાવનગર જિલ્લા સમગ્ર રાજ્યમાં ૧પમાં ક્રમે આવેલ છે.
ભાવનગર જિલ્લામાં સૌથી વધુ પરિણામ મોટા આસરાણા કેન્દ્રનું ૯૦.૯૬ ટકા જ્યારે સૌથી ઓછું પરિણામ ટાણા કેન્દ્રનું ૪પ.૧૪ ટકા જાહેર થયેલ છે. આ જોઈએ તો ગત વર્ષ કરતા આ વર્ષે ભાવનગર જિલ્લાનું પરિણામમાં થોડો સુધારો થયો છે. ર૦૧૬માં ૬પ.૯પ ટકા હતું. ર૦૧૭માં ૬પ.૦૩ ટકા હતુ જ્યારે આ વર્ષે ર૦૧૮ ૬૯.૧૮ ટકા પરિણામ જાહેર થયેલ છે.