મેલબર્ન, તા.૧૭
ભારતીય ટીમ જ્યાં એક બાજુ વન ડે સીરિઝમાં વેસ્ટ ઈન્ડિઝની સામે મુકાબલો કરી રહી છે. ત્યાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આગામી જાન્યુઆરી મહિનામાં ભારત સામે રમાનાર ૩ વન ડે મેચોની સીરિઝ માટે ટીમનું સિલેક્શન કરી દીધું છે. જેમાં ૭ ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં સતત ફોર્મમાં ચાલી રહેલાં માર્નસ લાબુશેનને પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ૧૪ સભ્યોની વન ડે ટીમમાં જગ્યા આપવામાં આવી છે. જે રીતે ૭ ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે તેમાં ગ્લેન મેક્સવેલ, નાથન લાયન, ઉસ્માન ખ્વાજા અને માર્કસ સ્ટોયનિસ જેવા મોટા નામ સામેલ છે. ઓસ્ટ્રેલિયા ટીમઃ એરોન ફિન્ચ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન એગર, એલેક્સ કેરી, પેટ કમિંસ, પીટર હેડસકોમ્બ, જોશ હેઝલવુડ, માર્નસ લાબુશેન, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, એશ્ટન ટર્નર, ડેવિડ વોર્નર અને એડમ જંપા.