(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૪
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદની હાજરી નોદ્વધાતા ચોમાસાની સીઝન જામી રહી છે. જુલાઈ મહિનાની શરૂઆત સાથે ધીમી ધારે વરસાદ શરુથયો હતો. ગત ચોવીસ કલાક દરમિયાન સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં મૂશળધાર તો ડાંગ અને તાપી જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો છે.
સુરત જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. બારડોલીમાં ૯૫ મીમી, ચોર્યાસીમાં ૧૪૭ મીમી, કામરેજમાં ૧૦૯ મીમી, મહુવામાં ૯૬ મીમી, માંડવીમાં ૪૭ મીમી, માંગરોળમાં ૫૫માંથી, ઓલપાડમાં ૪૧ મીમી, પલસાણામાં ૧૧૩ મીમી, સુરત શહેરમાં ૧૨૪ મીમી અને ઉમરપાડામા઼ તાલુકામાં ૩૬ મીમી વરસાદ નોંધાયો છે.
નવસારી જિલ્લા ફલડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ સવારથી આજે સવાર સુધીનો ૨૪ કલાક દરમિયાન તમામ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે. નવસારીમાં ૧૭૮ મીમી, જલાલપોરમાં ૧૮૬ મીમી ગણદેવીમાં ૧૧૨ મીમી, ચીખલીમાં ૧૨૫ મીમી, વાંસદામાં ૨૭ મીમી અને ખેરગામમાં ૫૪ મીમી વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન વલસાડ શહેરમાં ૮૮ મીમી, પારડીમાં ૧૦૯ મીમી, વાપીમાં ૧૫૫મીમી, ઉમરગામમાં ૧૪૨ મીમી, ધરમપુરમા઼ ૧૦૩ મીમી, કપરાડામાં ૨૧ મીમી વરસાદ નોંધાયો છે.
ડાંગ જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન આહવામાં ૨૨ મીમી, વઘઈમાં ૭૪ મીમી, સુબીરમાં ૨૩ મીમી અને સાપુતારામાં ૮ મીમી જેટલો સામાન્ય વરસાદ નોંધાવ્યો છે.
તાપી જિલ્લામાં પણ ગત ચોવીસ કલાક દરમિયાન સામાન્ય વરસાદ નોંધાયો છે. વ્યારામાં ૬૬ મીમી, વાલોડમાં ૭૫ મીમી, સોનગઢમાં ૫૦ મીમી, ઉચ્છલમાં ૪ મીમી, નિઝરમાં ૩ મીમી, કુકરમુંડામાં ૧૨ મીમી અને ડોલવણમાં ૬૫ મીમી જેટલો વરસાદ નોંધાયો છે. આમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામ્યુ હોય તેમ સર્વત્ર તમામ તાલુકાઓમાં એકથી સાત ઈંચ જેટલો વરસાદ થતા ખેડૂતોમાં ખુશાલી જાવા મળી રહી છે આગામી ચાર-પાંચ દિવસ સુધી ધીમી ગતિએ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.