ભાવનગર, તા. ૧૪
ભાવનગર રેન્જના રેપીડ રિસ્પોન્સ સેલ ટીમે દેશી-વિદેશી દારૂ વેચવાનો તથા તેમજ દેશી દારૂ બનાવવાનો ધંધો કરતી સાત મહિલાની સામે કાર્યવાહી કરી ર૮ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ભાવનગર રેન્જના ઈન્ચાર્જ પો.સ.ઈ. બી.એસ. મકવાણા તથા સ્ટાફના માણસોએ શહેરના આડોડિયાવાસમાં રેડ કરતા સાત જગ્યાએ દેશી-વિદેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો હતો.
આર.આર.સેલએ આડોડિયાવાસની વિણાબેન હર્ષદભાઈ, રતનબેન રોશનભાઈ, મીનાબેન મહેશભાઈ, નિરૂબેન અશોકભાઈ, કમલાબેન એભલભાઈ, સુશીલાબેન વિનુભાઈ, લક્ષ્મીબેન અજીતભાઈ (રહે. તમામ આડોડિયાવાસ) પાસેથી તેના કબજા ભોગવટામાંથી દેશી દારૂ લિટર ૧૧૧૦, કિં. રૂા. ર૦,૭૦૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લિટર ૧૬,૮૦ કિં. રૂા. ૩૩૬૦ તથા પ્રરપ્રાંતીય ઈંગ્લિશ દારૂના કવાર્ટસ નંગ ૧ર કિં. રૂા. ૧ર૦૦/ તેમજ દેશી દારૂ બનાવવાના ઉપયોગમાં લેવાતા બેરલ તેમજ પતરા વગેરે કબજે લીધા હતા અને દેશી દારૂ, આથો તથા આ ડબ્બાઓનો સ્થળ પર નાશ કરેલ. કુલ કિંમત રૂપિયા ર૭,૯૭૦ના મુદ્દામાલ સાથે સાતેય ઈસમો વિરૂદ્ધ ધોધારોડ (બી ડિવિઝન) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ કલમ મુજબ ગુનો રજિસ્ટર કરાવેલ છે.