Sports

ક્રિકેટ મેચમાં હંગામો થતા ગોળીબાર, ૭ની હત્યા

એબટાબાદ,તા.૨૪
ક્રિકેટના મેદાનમાં રોજિંદા કંઇકને કંઇક નવું થતું જ રહે છે. પરંતુ આ સમયે એક એવી ઘટના સામે આવી છે, જેણે તમામ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. પાકિસ્તાનમાં ક્રિકેટ મેચ દરમિયાન થયેલ એક ઘટનાના કારણે સાત લોકોએ પોતાના જીવથી હાથ ધોવો પડ્યો છે.
પાકિસ્તાનનાં અશાંત ખૈબર પખ્તૂનખ્વા પાંતમાં શનિવારે બાળકોની ક્રિકેટ મેચ દરમિયાન ઝઘડા બાદ બે સમૂહો વચ્ચે ગોળીબારી થઇ ગઇ, જેમા લગભગ સાત લોકોના મોત થઇ ગયા.
ડેપ્યુટી ઇન્સ્પેક્ટર એજાઝ ખાને જણાવ્યું કે, આ ઘટના એબટાબાદ જિલ્લામાં થઇ, જ્યાં બે બાળકોના સમૂહમાં ક્રિકેટ મેચ દરમિયાન થયેલા ઝઘડામાં એક-બીજા વિરૂદ્ધ મામલો નોંધાવા માટે આવ્યા હતાં.ખાને કહ્યું કે,’બાળકોના ઝઘડા બાગ પોલીસ ચોકી તે સમયે યુદ્ધના મેદાનમાં તબદીલ થઇ ગઇ હતી, જ્યાપે બંન્ને તરફથી હથિયારબંધ લોકોએ એક-બીજા પર હુમલો કર્યો.