(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
શહેરના કતારગામ વિસ્તારમાં બાળકીને રમાડવાના બહાને લઇ જઇ તેના ગુપ્તાંગના ભાગે ઇજા પહોંચાડનાર યુવાનને કોર્ટે સાત વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર શહેરના કતારગામ જીઆઇડીસી નજીક આવેલી ખુલ્લી જગ્યામાં રહીને વિણનારા પરિવારની બે વર્ષની દિકરીને નજીકમાં પાનનો ગલ્લો ચલાવતો હિતેષ ગીરીશ મોદી નામનો યુવાન રમાડવાના બહાને લઇ ગયો હતો. ત્યારબાદ પાનના ગલ્લામાં જ આ બાળકીને પોતાના ખોળામાં બેસાડીને હિતેશ મોદીએ તેણીના ગુપ્તાંગમાં છેડછાડ કરી હતી. જેથી આ માસુમ બાળકી રડવા લાગી હતી અને તેના પિતાને શંકા જતા તેઓ દોડીને હિતેશ પાસે ગયા હતા અને પોતાની બાળકીને ઉચકી લીધી હતી. બાળકીને ગુપ્તાંગમાં ગંભીર ઇજા થતા તેને પ્રથમ સારવાર માટે ખાનગી દવાખાનામાં લઇ જવાઇ હતી. ત્યારબાદ તેણીને સ્મીમેહર હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. આ બાળકીની માતાએ બનાવ અંગે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હિતેશ ગીરીશ મોદીની ધરપકડ કરી હતી. આ કેસમાં કોર્ટે સરકારી વકીલની દલીલો અને રેકોર્ડ પરના પુરાવાને ધ્યાનમાં લઇને હિતેશ ગીરીશ મોદીને પોસ્કો એક્ટ ૩૫૪ (૪) અંતર્ગત સાત વર્ષની કેદ અને પાંચ હજાર રૂપિયા દંડ તેમજ જો દંડ ન ભરે તો વધુ છ મહિનાની કેદનો દુકમ કર્યો હતો. આ ઉપરાંત પોસ્કો એક્ટ ૩૫૪ (૮) હેઠળ ત્રણ વર્ષની કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.
બાળકીના ગુપ્ત ભાગે છેડછાડ કરનાર નરાધમને સાત વર્ષની કેદ

Recent Comments