(સંવાદદાતા દ્વારા)
સાવરકુંડલા, તા.ર૬
અમરેલી જિલ્લાના બે તાલુકાને બાદ કરતા લગભગ તમામ જગ્યા પર સિંહોનો કાયમી વસવાટ છે જેમાં ખાસ કરી ખાંભા, રાજુલા, લીલિયા, ક્રાકચ, સાવરકુંડલા, ધારી રાજુલા સહિતના વિસ્તારો સિંહોના છે અને સિંહોની સંખ્યા અહી દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે અહી આ ગીર અને તમામ બૃહદના તમામ સાવજોનો ખોરાક હાલ વધી રહ્યો છે અહી સિંહો દ્વારા રોજ બરોજ મારણની ઘટના નોંધાઈ રહી છે ખાસ કરીને સિંહો ચાર દિવસે મારણ કરતા હોય છે ત્યારે હાલ એકી સાથે રોજ બરોજ અને એકથી વધુ એટલે કે ચાર અને છથી વધુ પશુઓના મારણ કરી રહ્યા છે જે સૂચવે છે કે સિંહોની ભૂખ હાલ શિયાળામાં વધી છે.
બે ત્રણ દીવસ પહેલા રાજુલાના આગરિયામાં છ ગાયોના મારાણ સિંહો દ્વારા થયેલા ત્યારે ખાંભાના ગીદરડી હાથીઓ આદસંગ સહિત બળદ અને હરણના મારણ તો સાવરકુંડલા સમગ્ર વિસ્તારમાં કુલ ૭ જેટલા રાજુલા જાફરાબાદ પંથકમાં ૧૦થી વધી ક્રાકચ લીલિયા બૃહદમાં ૬થી વધુ અને ધારી સહિતની સાત રેન્જોમાં કુલ ૫૦થી વધુ મારણના કિસ્સા બન્યા છે.ત્યારે સિંહના અધ્યન્કાર સત્યમ ધકાણ જણાવે પણ છે કે સિંહો માંસાહારી છે અને તેના લોહી જાડું હોય છે જેહી તે પોતાનું પરીભ્રમણ શિયાળામાં વધારી દે છે ઉનાળા કરતા શિયાળામાં સિંહો ૧૦થી બાર કિમીનો રાઉન્ડ પોતાના ટેરેટરીમાં મારતા હોય છે જે કારણોસર સિંહોને ખોરાક વધારે જોઈએ છે. હાલ ચાર-પાંચ દિવસમાં અમરેલી જિલ્લાના સાવજોએ જાણે પાલતું પશુનો દોટ વાળી ૭૦થી વધુ અંદાજિત મારણ કરી મોજથી મિજબાની માણી રહ્યા છે.