અમદાવાદ, તા.૨૦
આગામી ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર દુબઈની બુર્જ ખલિફા ઈમારતની માફક ફિલ્મ દર્શાવવામાં આવશે. આમ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વધુ એક આકર્ષણ ઉમેરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે ૭૦ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ પણ આપી દીધો છે. જેમાં જર્મન ટેકનોલોજીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ફિલ્મ બતાવવામાં આવશે.હાલ દુબઈની બુર્જ ખલિફામાં દરરોજ અલગ-અલગ પ્રોજેક્શન મેપિંગથી ફિલ્મ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત પ્રસંગોપાત વિવિધ ખાસ પ્રકારની થીમ ઉપર પણ ફિલ્મ દર્શાવવામાં આવે છે. આ જ રીતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ ફિલ્મ બતાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બુર્જ ખલિફા બિલ્ડીંગ પર મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ પ્રસંગે ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રકારે જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ વિવિધ ફિલ્મ્સ પ્રદર્શિત કરવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફિલ્મ પ્રદર્શિત કરવા ૭૦ કરોડ રૂપિયા ખર્ચાશે

Recent Comments