(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
સ્ટેટ મોનીટરિંગ સેલના અધિકારીઓને મળેલી બાતમીના આધારે આજે સવારે પલસાણાની હદમાં આવેલી હિમાલય હિન્દુ હોટલના કમ્પાઉન્ડમાં રેડ કરી હતી અને ત્યાંથી ટ્રક (એમએચ-૧૮-એસી-૭૧૪૯) ઝડપી પાડી હતી. જ્યારે પોલીસને જોઇને ટ્રક ચાલક ભાગવા લાગતા પોલીસે પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી ટ્રક ચાલક નવાપુરનો રહેવાસી સમીર રમજાન શેખ હતો. ત્યારબાદ પોલીસે ટ્રકની તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૧૩૨૨ જેટલી દારૂની પેટીઓ તથા ટ્રક, મોબાઇલ અને રોકડા મળી ૭૦ લાખનું માલ કબજે કર્યો હતો અને ટ્રક ચાલકની અટક કરી હતી. વધુમાં પોલીસે આરોપી હર્ષદ ભંડાળી, નીતિન ભંડારી, રોશન ઉમેશ ત્રણેય રહે – દમણ તથા સંજય સેલવાસ, દેનાશ નવસારી, બાબુ સોહનલાલ મારવાડી બારડોલી, મનીતિન નવાપુર, પંકજ સોનવને (રહે. નવાપુર) અને કમલેશ મારવાડી (રહે. નવાપુર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.