(એજન્સી) નવી દિલ્હી,તા.૧૫
આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ૭૦ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત નવી દિલ્હીની બેઠક પરથી જ ચૂંટણી લડશે. ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા પડપટગંજથી વિધાનસભાની ચૂંટણી લડશે. અન્ય નામો પર નજર કરીએ તો મંત્રી ગોપાલ રાય બાબરપુરથી, સત્યેન્દ્ર જૈન શકુર બસ્તીથી, ઇમરાન હુસૈન બલ્લીમરાનથી, આતિશી કાલકાજીથી, રાઘવેન્દ્ર ચઢ્ઢા રાજેન્દ્ર નગરથી, દિલીપ પાંડે તિમારપુરથી, રાજેન્દ્ર પાલ ગૌતમ સીમાપુરીથી, રામનિવાસ ગોયલ શાહદરાથી ચૂંટણી લડશે. આ વખતની ચૂંટણીમાં આપના ૧૫ ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જોકે કોઈ મંત્રીની ટિકિટ કાપવામાં આવી નથી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી ૮ ફેબ્રુઆરીએ યોજાશે. જ્યારે ૧૧ ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. ૨૬૮૯ સ્થાનો પર કુલ ૧૩,૭૫૦ મતદાતા કેન્દ્ર રહેશે. ૩૭૫૦ પોલિંગ બુથ પર લગભગ ૧.૪૬ કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દિલ્હી વિધાનસભા માટે ૧૪ જાન્યુઆરીએ નોટિફિકેશન જાહેર થશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ ૨૧ જાન્યુઆરી છે. ઉમેદવારી પત્રની તપાસ ૨૨ જાન્યુઆરીએ થશે અને ૨૪ જાન્યુઆરી સુધી નામ પાછા ખેચી શકાશે. દિલ્હીમાં મુખ્ય સ્પર્ધા આમ આદમી પાર્ટ અને કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વચ્ચે છે. જો કે, કોંગ્રેસની સ્થિતિ પણ પાછલી ચૂંટણીઓની તુલનામાં મજબૂત હોવાનું લાગી રહ્યું છે. ૨૦૧૫ માં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ને રેકોર્ડ વિજય મળ્યો હતો, આમ આદમી પાર્ટીએ દિલ્હીની ૭૦ વિધાનસભા બેઠકોમાંથી ૬૭ અને ભારતીય જનતા પાર્ટીએ ૩ બેઠકો જીતી હતી, કોંગ્રેસને એક પણ બેઠક જીતી શકી ન હતી.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આપ પાર્ટીએ પાંચ મુસ્લિમ અને આઠ મહિલાઓ સાથે ૭૦ ઉમેદવારોની યાદી જાહેર કરી

Recent Comments