(એજન્સી) તા.રપ
પવિત્ર રમઝાન મહિનામાં કેરળના મલ્લાપુરમ જિલ્લાના એક વિષ્ણુ મંદિર દ્વારા લગભગ ૭૦૦ મુસ્લિમો માટે ઈફતારનું આયોજન કરાશે. મંદિર દ્વારા વિસ્તારમા સદ્‌ભાવ કાયમ કરવા માટે આ આયોજન કરવામાં આવી રહ્યું છે.
મળેલ જાણકારી મુજબ ઈફતારમાં માત્ર શાકાહારી વ્યંજનો પીરસવામાં આવશે જેમાં બિરયાની, ફળો, ફરસાણ, તેમજ વિવિધ પીણાનો સમાવેશ થાય છે. મંદિરમાં પ્રતિષ્ઠિત દિનમ તહેવારની ઉજવણીના એક દિવસ પહેલાં ઈફતારનું આયોજન કરાશે. મંદિર વ્યવસ્થાપન સમિતિના મોહન નાયરના જણાવ્યા મુજબ, મુસ્લિમ બહુમતીવાળા ગામોમાં રહેનારા સ્થાનિક લોકોની મદદથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં જાતિ, ધર્મ કે રાજનીતિના આધારે કોઈ ભેદ નથી. સમિતિએ સૌને આમંત્રણ આપ્યું છે અને ૭૦૦ લોકોની ઉપસ્થિતિની આશા છે.