જામનગર, તા. ર૮
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડનું સરેરાશ પરિણામ ૬૭.પ૦ ટકા આવ્યું છે. જામનગર જિલ્લાનું સરેરાશથી વધુ ૭૧.ર૮ ટકા અને દ્વારકા જિલ્લાનું ૭૧.૬૦ ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં હરખની હેલી જોવા મળી રહે છે.
જામનગર જિલ્લાનું પરિણામ ૭૧.ર૮ ટકા જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામ ૭૧.૬૦ ટકા આવ્યું છે. જામનગર જિલ્લામાં એ-૧ ગ્રેડમાં રપપ જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એ-૧ ગ્રેડમાં ૩૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
દ્વારકા જિલ્લાની સાત શાળાઓ અને જામનગરની નવ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ નંદાણા કેન્દ્રનું ૮૭.ર૦ ટકા જ્યારે જામનગર જિલ્લામાં સૌથી વધુ ધ્રોલ કેન્દ્રનું ૮ર.પર ટકા આવ્યું છે.