(એજન્સી) સિરોહી, તા.૪
આબુરોડ પર માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે. શહેરી વિસ્તાર જૂનીખરાડીના સામૂદાયિક ભવનમાં રહેતી ૭પ વર્ષીય વૃદ્ધા પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આરોપી યુવકોએ પહેલાં તેણીને માર માર્યો અને તેના પછી બંનેએ બળાત્કાર ગુજાર્યો હતો. આબુરોડના સ્ટેશન ઈન્સ્પેક્ટર મીઠુલાલે જણાવ્યા મુજબ આ મુદ્દે તપાસ શરૂ કરાઈ છે.
આ વૃદ્ધા માટીના રમકડા બનાવી પોતાનું ગુજરાન કરતી હતી. બે દિવસ પહેલાં નજીકમાં રહેતા બે યુવકો રાતે તેણીની પાસે આવ્યા અને મકાન જોવાની વાત કરી તેણીને પોતાની સાથે લઈ ગયા. તેણી સાથે મારપીટ અને દુષ્કર્મ કર્યા બાદ આરોપીઓ ત્યાં જ બેભાન અવસ્થામાં મૂકીને ભાગી ગયા. આસપાસના લોકોએ પોલીસ ફરિયાદનું સાહસ ન કર્યું પરંતુ કેટલાક યુવાનોની જાગૃતતાના કારણે મુદ્દો પોલીસ સુધી પહોંચ્યો. વૃદ્ધાના પતિનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું અને ત્યારબાદથી તે પોતાની જાતે જીવન ગુજરાન ચલાવે છે.