જૂનાગઢ, તા.ર૮
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનાં જાહેર થયેલાં ધો.૧૦નાં પરિણામમાં જૂનાગઢનું ૭૭.૩૩ ટકા પરિણામ આવ્યું છેં વંથલીનું ખોરાસા ગામ ૯૬.૯૩ ટકા સમગ્ર રાજ્યનું ઊંચું પરિણામ બનતું કેન્દ્ર બન્યું છે. આજે જાહેર થયેલા ગુજરાત માધ્યમિક બોર્ડના પરિણામમાં જૂનાગઢનાં ર૪ર૩૭ વિદ્યાર્થીઓમાંથી ૭૭.૩૩ ટકાની ટકાવારીએ પાસ થયેલા ર૪ર૦૩ વિદ્યાર્થીઓમાંથી એ-૧માં રપપ, એ-રમાં ૧૬૩૯, બી-૧માં ૪૧૬૧, બી-રમાં પ૬૬૮, સી-૧માં પ૧રપ અને સી-રમાં ૧૮ર૬ વિદ્યાર્થીઓ સાથે જિલ્લામાં ૧૦૦ ટકા પરિણામ આપનાર ર૧ સ્કૂલ, ૯૧થી ૯૯ વચ્ચે ૬ર શાળાઓ, ૮૧થી ૯૦ વચ્ચે ૬ર સ્કૂલ, ૩૦ ટકાથી ઓછું પરિણામ મેળવનારી ૧૪ સ્કુલો અને સંપૂર્ણ નિષ્ફળ પરિણામ મેળવનારી ૧ શાળા બાંટવા કેન્દ્રનું ૪.૩૪ ટકા પરિણામ રહ્યું હતું. જ્યારે બિલખાનું ૧પ ટકા પરિણામ જાહેર થયું છે.