(એજન્સી) બગદાદ, તા. ૨૪
ઈરાકની રાજધાની બગદાદમાં આજે એક મોટો આત્મઘાતી હુમલો થયો છે.
આ આત્મઘાતી હુમલામાં એક પોલીસકર્મી સહિત ૭ લોકો માર્યા જવાના સમાચાર છે. એક આત્મઘાતી હુમલો કરનારે શરીરમાં બોમ્બ ફીટ કરી રાખ્યો હતો. હુમલો કરનાર બગદાદના એક ભીડવાળા પાર્કમાં ગયો અને બ્લાસ્ટ કર્યો.
પોલીસ કર્મચારીઓએ જણાવ્યુ કે તેમણે હુમલો કરનારને પાર્કમાં જવાથી રોક્યો હતો પરંતુ તે પહેલા જ તેમણે બ્લાસ્ટ કરીને પોતાને ઉડાડી દીધો. આ હુમલો ઉત્તરી બગદાદના મુખ્યરીતે શિયા બહુલ જિલ્લા શોઅલામાં થયો છે અને જેમાં લગભગ ૧૬ લોકો ઈજાગ્રસ્ત થવાની માહિતી છે.
૧૭મેથી શરૂ થયેલા રમઝાનનો પાક મહિનો શરૂ થયા બાદથી બગદાદમાં આ પહેલો હુમલો છે. અધિકારીઓએ જણાવ્યુ કે અત્યાર સુધી કોઈએ પણ હુમલાની જવાબદારી લીધી નથી. જોકે માનવામાં આવી રહ્યુ છે કે આની પાછળ આઈએસઆઈએસનો હાથ છે. ડિસેમ્બર ૨૦૧૭માં જ ઈરાકે એ જાહેરાત કરી હતી કે આઈએસઆઈએસ પર જીત મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને થોડા જ સમયમાં જીત મેળવશે. જેનાથી એ વાતનો અંદાજો લગાવી શકાય કે આ હુમલો ૈંજીૈંજીએ બદલાની ભાવનાથી કર્યો છે.