(એજન્સી) લખનૌ, તા.૧પ
રાજ્યમાં આવેલી સરકારી ગૌશાળાઓમાં ગાયોના મોતની ઘટનાઓ બાદ યોગી આદિત્યનાથે ૮ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. સરકારે ગૌશાળાની જવાબદારી સંભાળતા અધિકારીઓને ચેતવણી આપી હતી કે તેઓ ગાયોના વાડાઓની બરાબર રખેવાળી કરે અથવા તો શિસ્તભંગના પગલાં માટે તૈયાર રહે. અયોધ્યામાં ૩૬ અને પ્રતાપગઢમાં ૩પ ગાયોના મોત બાદ યોગી સરકાર હરકતમાં આવી હતી. અયોધ્યામાં ગૌશાળાઓમાં ગાયોની હાલત અંગે સંતોએ યોગી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. પશુઓ દ્વારા ખેતીને નુકસાન અને માર્ગો પર અકસ્માતો સામે રખડતા પશુઓને પકડી પશુ કેન્દ્રોમાં પુનઃર્વસન માટે જિલ્લા મેજિસ્ટ્રેટોને સૂચના આપી હતી.