ભાવનગર,તા.ર૧
ભાવનગરના નારી ગામ નજીક આવેલ મોમાઈ માતાજીના મંદિર પાસેથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ ટ્રકે રોડ પર પસાર થતાં ભેંસના ટોળાને અડફેટે લેતાં આઠ જેટલી ભેસનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે પાંચથી-છ ભેંસને ઈજા થઈ હતી. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ટ્રક છોડી ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાના પગલે માલધારીઓ તથા લોકો બનાવ સ્થળે એકઠા થઈ ગયા હતા.
આ બનાવ અંગે રણછોડભાઈ તથા અન્ય એક વ્યક્તિએ માહિતી આપી હતી.
અબોલ પશુઓનાં મોત થતાં માલધારી સમાજ તથા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો.