(એજન્સી) કાબુલ, તા.૩
અફઘાનિસ્તાનના બગહામ પ્રાંતમાં એક સલામત ચેકપોસ્ટ પર તાલિબાની આતંકવાદીઓએ હુમલો કરી ૮ જેટલા અફઘાન પોલીસના જવાનોની હત્યા કરી હતી જ્યારે બે જવાનો ઘાયલ થયા હતા.
બગહામ પ્રાંતમાં સફર બા એર ચેકપોઈન્ટ પર ફરજ બજાવી રહેલા અફઘાન પોલીસના જવાનો પર સેંકડોની સંખ્યામાં તાલિબાન આતંકવાદીઓ ત્રાટક્યા હતા. આતંકવાદીઓએ બંદૂકો અને રોકેટ મોન્ચરોથી હુમલા કર્યા હતા.
જેમાં ચેકપોઈન્ટ પર ફરજ બજાવતા ૮ જવાન શહીદ થયા હતા જ્યારે બે ઘવાયા હતા. તેમ પ્રાંતના પ્રવક્તા સફદર મોહસેનીએ ઝીન્હુ ન્યૂઝ એજન્સીને માહિતી આપી હતી. આ હુમલામાં ઘણા ત્રાસવાદી તાલિબાનો પણ માર્યા ગયા હતા અને ઘવાયા હતા. ત્રાસવાદીઓએ ઘાત લગાવી કરેલા હુમલામાં સલામતી દળોના જવાનોના શસ્ત્રો અને દારૂગોળો લૂંટી લીધો હતો. આ બગહાર પ્રાંત કાબુલથી ૧૬૦ કિ.મી. દૂર આવેલ છે. ત્રાસવાદીઓ અને જવાનો વચ્ચે લાંબા સમય સુધી જંગ ચાલ્યો હતો. દક્ષિણ-પૂર્વના તાલિબાનોના મજબૂત ગઢ આગળ વધી તાલિબાનો શાંત રહેતા પ્રાંત બગહામ પર ત્રાટક્યા હતા. જ્યાં તેઓ યુવાનોને તાલિબાનની સેનામાં ભરતી કરી રહ્યા છે.