(એજન્સી) જમ્મુ, તા.રર
રપ વર્ષીય કાશ્મીરી વિદ્યાર્થી શફાત-ઉલ-ઈસ્લામ ભટ દહેરાદૂનમાં છે. તેઓ જણાવે છે કે, મતદાન કરવા માટે તેમના પરિવાર માટે એક અનુષ્ઠાન રહ્યું છે. નવેમ્બર ર૦૧૮માં જ્યારે શ્રીનગર કાશ્મીર ખીણમાં પંચાયણ ચૂંટણી થઈ હતી, ત્યારથી ઈસ્લામ ભટને ઘર પરત જવાનો વિચાર છોડવો પડ્યો કારણ કે તેમને પરીક્ષાઓ આપવાની હતી. ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના રહેવાસી ઈસ્લામ ભટે જણાવ્યું કે, આ ખૂબ જ ખરાબ લાગે છે જ્યારે કોઈ મત આપવામાં સક્ષમ નથી હોતું. મેં ર૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત અને પછી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું. મારી પંચાયત ચૂંટણીમાં પણ મતદાન કરવાની ઈચ્છા હતી, કારણ કે તે સ્થાનિક મુદ્દાઓને સામેલ કરે છે જે અમારી માટે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ આ કામ કરી રહ્યા નથી.
દહેરાદૂનમાં અનેક કાશ્મીરી વિદ્યાર્થીઓ માટે જે શહેરની કોલેજોમાં ૧૦૦૦થી વધુ છે તે બધાની આવી જ વાર્તા છે. તેણે જણાવ્યું કે, એક કાશ્મીરી તરીકે અમે ઘણી જ ઓછી ઉંમરથી રાજકારણના સંપર્કમાં છીએ અને અમારામાંથી વધુ પડતા જાણે છે કે, અમારું વોટ નાખવું કેટલું મહત્ત્વપૂર્ણ છે. વાસ્તવિકતામાં આ વસ્તુઓને શ્રેષ્ઠ બનાવવાની એકમાત્ર પદ્ધતિ છે. પરંતુ નાણાકીય સમસ્યા, કાશ્મીરના પ્રવાસમાં લાગતો સમય અને અમારા અભ્યાસ પર થતી અસરએ અનેક વિદ્યાર્થીઓને મતદાનથી દૂર રાખ્યા છે. ઉત્તરાખંડમાં જમ્મુ-કાશ્મીર વિદ્યાર્થી એસોસિએશનમાં પ્રવક્તા નાસિર ખેમુમીએ જણાવ્યું કે, વ્યવહારિક સમસ્યાઓ અનેક વિદ્યાર્થીઓને ઘર જતા અટકાવે છે.
તેમણે જણાવ્યું કે, શ્રીનગરથી દહેરાદૂન માટે કોઈ સીધી ફ્લાઈટ નથી અને અમારે પહેલાં દિલ્હી જવું પડે છે અને અમે આટલી મોંઘી ફ્લાઈટનું જોખમ ઉઠાવી શકતા નથી. તે ઉપરાંત ખીણના પ્રવાસ અને પરત ફરવામાં સામાન્ય રીતે પાંચથી છ દિવસ લાગી જાય છે માટે અનેક વિદ્યાર્થી માત્ર વોટ ના આપવાનો વિકલ્પ પસંદ કરે છે. આ પૂછવા પર કે શું તેઓ એક એવી સિસ્ટમ વિકસાવશે કે જે તેમને ક્યાંયથી પણ પોતાના ચૂંટણી ક્ષેત્રમાં મતદાન કરવામાં સક્ષમ બનાવશે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, આ સારું રહેશે આ અમારી સમસ્યાનો ઉકેલ લાવશે. જો અમે કોઈપણ સ્થળથી સુરક્ષિત માધ્યમથી મતદાન કરવામાં સક્ષમ છીએ તો જ્યાં અમે રહીએ છીએ તે જિલ્લાઓમાં ૮૦ ટકાથી વધુ મતદાન થશે.
તેમણે જણાવ્યું કે, ખીણમાં રહેતા સ્થાનિક લોકો પણ મતદાન કરવા માટે એક સુરક્ષિત માધ્યમને પ્રાથમિકતા આપશે. તેમણે જણાવ્યું કે, અનેક લોકો છે જે અલગતાવાદીઓની ધમકીઓના કારણે મત આપવા માટે પોતાના ઘરની બહાર નીકળતા નથી. જો ટેકનોલોજી આ લોકોને મતો આપવા માટે એક માધ્યમ આપી શકે છે, તો આ એક ઈશ્વર સંદેશ હશે.