(એજન્સી) તા.૫
અમુક દિવસ અગાઉ થાઇલેન્ડમાં સમુદ્ર કિનારે એક વ્હેલ માછલી ૫ દિવસ બાદ મૃત્યુ પામી હતી. અચરજ પમાડતી વાત એ છે કે આ વ્હેલ માછલીના પેટમાંથી પ્લાસ્ટિકની ૮૦ બેગ મળી છે. જેનું વજન પણ લગભગ ૮ કિલો જેટલું છે. ખરેખર તો સમુદ્રમાં વધતાં પ્લાસ્ટિકના કચરાએ પર્યાવરણ વિદ્વાનોની સાથે જ સામાન્ય લોકોને પણ ચિંતામાં મૂકી દીધા છે. તમને જણાવી દઈએ કે આ વ્હેલ માછલી થાઈલેન્ડના દક્ષિણ પ્રાંત સોંગખલાના સમુદ્ર કિનારે બેભાન અવસ્થામાં મળી હતી. જેના બાદ વેટરનરી ડોક્ટરોની એક ટીમ આ વ્હેલ માછલીની સારવાર કરી રહી હતી. થાઈલેન્ડના મરીન અને કોસ્ટલ રિસોર્સ ડિપાર્ટમેન્ટ કહે છે કે શુક્રવારે વ્હેલે વોમિટ કરી હતી જેમાં પ્લાસ્ટિકની પાંચ બેગ મળી હતી. તેના બાદ વ્હેલની ઓટોપ્સી કરવામાં આવી અને તેના પેટમાંથી પ્લાસ્ટિકની ૮૦ બેગ કાઢવામાં આવી હતી. મરીન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કહે છે કે પેટમાં પ્લાસ્ટિકે વ્હેલને બીમાર કરી દીધી હતી. જેના કારણે વ્હેલ શિકાર કરી શકતી ન હતી. ડિપાર્ટમેન્ટ કહે છે કે કદાચ વ્હેલને લાગ્યું હશે કે સમુદ્રમાં તરતું પ્લાસ્ટિક બેગ એક ખોરાક છે અને આ કારણે જ વ્હેલ તેને ખાઈ લીધું હશે. તમને જણાવી દઈએ કે માછલીનું ભોજન સામાન્ય રીતે સમુદ્રી ફેની હોય છે. પરંતુ તેની સાથે વ્હેક ઓક્ટોપસ અને નાની માછલીઓનો પણ શિકાર કરે છે. થાઈલેન્ડના મરીન વિભાગના અધિકારીઓ કહે છે કે ૮ જૂને ઉજવાતા વર્લ્ડ ઓશિયન ડે પર લોકોએ પ્લાસ્ટિક પ્રત્યે જાગૃત થવાની જરૂર છે. વિભાગ કહે છે કે વ્હેલ માછલીના આ મામલાને તમામ સેક્ટરો સામે ઉઠાવાશે. જેથી થાઈલેન્ડમાં પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરી શકાય. ઉલ્લેખનીય છે કે વિશ્વસ્તરે દર વર્ષે લગભગ ૮ મિલિયન ટન પ્લાસ્ટિક, જેમાં બોટલ, પેકેજિંગ અને અન્ય વેસ્ટ હોય છે તે સમુદ્રમાં ઠલવાય છે. આ પ્લાસ્ટિક કચરો પાણીમાં રહેતા જીવોનું મોતનું કારણ બને છે અને પછી તેના માધ્યમથી તે માનવીના શરીરમાં પ્રવેશ કરે છે.