(એજન્સી)                        નવી દિલ્હી, તા.૮

ઓન લાઈન પોલમાં ભાગ લેનાર ૮ર ટકા લોકો જણાવ્યું છે કે ર૯ સપ્ટેમ્બરે એલઓસી પર હાથ ધરવામાં આવેલા સર્જિકલ હુમલાને રાજકીય રંગ આપવા બદલ ભાજપ જવાબદાર છે.

જનતાકા રિપોર્ટ.કોમ દ્વારા હાથ ધરવામાં આવેલી ઓન લાઈન પોલ પાછળનો હેતુ જે વાસ્તવમાં લશ્કરી કવાયત હતી તેને રાજકીય રંગ આપવાના  રાજકીય પક્ષોના પ્રયાસ પર છેડાયેલા વિવાદ પર લોકોનો અભિપ્રાય મેળવવાનો હતો. આ ઓનલાઈનમાં ર૬૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ પોલ વેબસાઈટ પર ર૪ કલાક ચાલુ રહી હતી. ર૧૮ર લોકોનું (૮ર ટકા) માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકરની તસવીરો ધરાવતા પોસ્ટરો ચિપકાવવાના ભાજપના નિર્ણય પરથી નિર્દેશ મળે છે કે ભાજપ સર્જિકલ સ્ટ્રાઈકસ દ્વારા ઉત્તરપ્રદેશ પંજાબ અને ગોવામાં ચૂંટણી લાભ ખાટવા માગે છે.  માત્ર ૩૦૩ લોકોએ જ (૧૧ ટકા) સર્જિકલ સ્ટ્રાઈક્સ થયા નથી એવા પાકિસ્તાનના પ્રચારનો ખુલાસો કરવા મોદીને વીડિયો મેસેજ બદલ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને દોષિત ઠેરવ્યા હતા. ૧૮૧ યુઝરોએ (૭ ટકા) જણાવ્યું હતું કે કોંગ્રેસ આ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપી રહી છે. કારણ કે તેના મુંબઈ સ્થિત પ્રવક્તા નિરૂપમ નાણાવટીએ એવું નિવેદન જારી કર્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈક્સ બનાવટી હતા.